વલસાડના ધરમપુર ખાતે સાયન્સ સિટી મ્યુઝિયમની હેડ ઓફિસને ઉડાવી દેવાનો ધમકીભર્યો એક ઇમેઇલ મળ્યો છે. ધમકી મળતા પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી.જે પછી વલસાડમાં આવેલું સાયન્સ સિટી મ્યુઝિયમ ખાલી કરાવવામાં આવ્યુ હતુ.
ગુજરાતમાં એક પછી એક ધમકીનો સીલસીલો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં સરદાર સ્મૃતિ સ્મારકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી સાથે વલસાડમાં પણ સાયન્સ સિટી મ્યુઝિયમની હેડ ઓફિસને ઉડાવી દેવાની ધમકી મળી છે. જે પછી દોડધામ મચી ગઇ છે.બોમ્બ સ્કવોર્ડ અને ડોગ સ્કવોર્ડની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે.
વલસાડના ધરમપુર ખાતે સાયન્સ સિટી મ્યુઝિયમની હેડ ઓફિસને ઉડાવી દેવાનો ધમકીભર્યો એક ઇમેઇલ મળ્યો છે. ધમકી મળતા પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી. જે પછી વલસાડમાં આવેલું સાયન્સ સિટી મ્યુઝિયમ ખાલી કરાવવામાં આવ્યુ હતુ, સાથે જ મ્યુઝિયમની આજુબાજુનો વિસ્તાર ખાલી કરીને કોર્ડન કરવામાં આવ્યો હતો.
ધમકી ભર્યો ઇમેઇલ મળતા જ સમગ્ર જિલ્લા પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો છે.બોમ્બ સ્કવોર્ડ અને ડોગ સ્કવોર્ડની ટીમને સાથે રાખીને બોમ્બ અંગે તપાસ કરવામાં આવી રહી છે.જનતાને આ સ્થળથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590