Latest News

સોનગઢના ભાઈ બહેન વ્યારા થી માતાની સારવાર કરાવી,માતા સાથે પરત ફરતા અકસ્માત નડ્યો,માતાનું મોત

Proud Tapi 26 Jun, 2023 01:51 PM તાપી

વ્યારા થી માતાની સારવાર કરાવી સાથે નીકળેલા ભાઈ -બહેન તથા માતાને અકસ્માત નડ્યો હતો .વ્યારા હોસ્પિટલમાંથી માતાની સારવાર કરી ભાઈ બહેન માતાને સોનગઢ ખાતે ઘરે લઈ જઈ રહ્યા હતા, ત્યારે વાઝરડા ગામે બાઈક સ્લીપ થતા માતાનું મોત નિપજ્યું હતું.

સોનગઢના બાબુભાઈ મોતીયાભાઈ ગામીત (રહે. સિસોર ફળિયું,સોનગઢ તા.સોનગઢ જી.તાપી)ની માતા નમલીબેનને આસક્તિ આવતા  વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે દાખલ કરી હતી.જે બાદ સારવાર કરાવી બાબુભાઈ  અને  બહેન કલાબેન વ્યારા જનરલ હોસ્પિટલ ખાતેથી માતાની સારવાર કરાવી પલ્સર  મોટર સાયકલ નં.GJ-26-K-6626 પર સવાર થઈ પરત ઘરે ફરી રહ્યા હતા.ત્યારે સોનગઢના વાઝરડા ગામના વળાંક પાસે વ્યારા થી પાંચપીપળા તરફ જતા રોડ ઉપર તેમની બાઈક સ્લીપ થઈ ગઈ હતી.જેમાં માતા નમલીબેન ને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.તેમજ ભાઈ બહેન ને ઓછી વધતી ઇજાઓ થઈ હતી.ત્યારે માતા નમલીબેન ને વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર લીધા બાદ વધુ સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post