સુરત થી આહવા જતી એસ. ટી.બસ વ્યારાના ટીચકપુરા ખાતે પેસેન્જર માટે ઊભી હતી, ત્યારે હાઇવા ટ્રક ચાલક એ બસને પાછળથી ટક્કર મારી દેતાં અકસ્માત સર્જાયો હતો.
સુરત થી આહવા તરફ નીકળેલ એસ. ટી.બસ નં. GJ-18-Z- 6644 માં કુલ ૧૫ જેટલા મુસાફર સવાર હતા.ત્યારે ટીચકપુરા ગામની સીમમાંથી પસાર બારડોલી સોનગઢ તરફ જતો ને.હા.૫૩ ઉપર ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપની સામેની સાઈડ ઉપર કેટલાક પેસેન્જરો માટે બસને રોડની સાઇડમાં ઊભી હતી અને પેસેન્જરો બસમાં બેસતા હતા તે વેળાએ અચાનક એક હાઇવા ટ્રક નં.GJ-16-AV-7666 ના ચાલક રમેશ ભટુ યાદવ (રહે. માતા ફળિયુ, હજીરા, સુરત શહેર મૂળ રહે. ગુલાવાદા ગામ ,જી.દરમાં ઝારખંડ)એ પોતાની કબજાની ટ્રક બારડોલી તરફના રોડ ઉપર થી પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી બસ ના પાછળના ભાગે ટક્કર મારી દેતા બસ રોડની સાઇડમાં ઉતરી ગઈ હતી.
અકસ્માતમાં એક પેસેન્જરને માથાના પાછળના ભાગે સામાન્ય ઇજા થયેલ હતી સદનસીબે કોઈ મોટી જાનહાની થઇ નહોતી.જોકે ટ્રક ચાલકને પણ ઓછી વધતી ઈજા પહોંચી હતી. બસનો પાછળના ભાગે કાચ તૂટી ગયો હતો.તથા ડ્રાઇવર સાઇડે પાછળની શીટની લઇ ડેમેજ થઈ ગઈ હતી.જે બાદ આ અંગેની ફરિયાદ વ્યારા પોલીસ મથકે નોંધવામાં આવી હતી.તેમજ આગળની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590