ઉચ્છલ તાલુકાના કાટીસકુવા દંપતી પોતાના 16 વર્ષીય દીકરા સાથે ઉચ્છલ - નિઝર હાઇવે રોડ પરથી પસાર થઈ રહ્યા હતા,ત્યારે ટેન્કર ચાલકે બાઈકને અડફેટે લેતા પિતા - પુત્રનું મોત નિપજ્યું હતું અને માતાને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
ઉચ્છલ તાલુકાના કાટીસકુવા ગામના શુકરીયા નંદર્યા કાથુડ (ઉ.વ.32, રહે.કાટીસકુવા તા.ઉચ્છલ જિ.તાપી) પોતાની પત્ની મથુરા અને પુત્ર અર્જુન સાથે કામરેજ થી ઘરે પરત ફરી રહ્યા હતા.ત્યારે શુકરીયા કાથુડ અને તેમની પત્ની તથા પુત્ર મોટરસાયકલ રજી. નં.GJ-26-AD-5105 પર સવાર થઈ માણેકપુર ગામની સીમમાં આવેલ ઉચ્છલ-નિઝર હાઈવે રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેથી આવતા ટેન્કર રજી.નં.DN-09-S-9900 ના ચાલક એ ટેન્કર પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી મોટર સાયકલને અડફેટે લીધી હતી.જે અકસ્માત સર્જાતા 16 વર્ષીય દીકરાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું તથા પિતા શુકરીયા કાથુડ નું ઉચ્છલ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અને માતા મથુરાને શરીરે ઓછી વધતી ઇજાઓ પહોંચી હતી.જે બાદ ઉચ્છલ પોલીસ મથકે આ અંગેની ફરિયાદ નોંધાવામાં આવી હતી.ત્યારે પોલીસે નાસી છૂટેલા ટેન્કર ચાલકની શોધખોળ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590