તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામમાં જૈનોના ૨૪ માં તીર્થંકર એ ભગવાન શ્રી મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ભાવિક ભક્તો હષૅ ઉલ્લાસભેર જોડાયા હતાં અને ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી.
બુહારી ગામમાં ભગવાન શ્રી મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ઉજવણી નિમિત્તે સવારે ૭:૦૦ કલાકે પ્રભાત ફેરી કાઢવામાં આવી હતી.જેમાં ત્રિશલા નંદન વીર કી, જય બોલો મહાવીર કી ના નારા સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.ધર્મનાથ ના દેરાસર જય દર્શન ચૈત્યવંદન કરી ૧૧૮ વર્ષ પ્રાચીન વાસુપૂજ્ય સ્વામી ભગવાનના જિનાલયમાં દર્શન કરી મહાવીર સ્વામીનું ચૈત્યવંદન કર્યું હતું.જૈન ધર્મના અનુયાયીઓ માટે પવિત્ર દિવસ માનવામાં આવે છે. આ દિવસ જૈનો માટે તહેવાર તરીકે માનવામાં આવે છે.આ દિવસને વીર તેરસ તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે જૈન ધર્મના ૨૪ માં તેમજ છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામીનો જન્મ થયો હતો.દિગંબર દેરાસરમાં ભગવાનનું પારણું ઝુલાવવામાં આવ્યું હતું.તેમજ રાત્રે સમૂહ આરતી નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જૈનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590