બર્ક ફાઉન્ડેશન દ્વારા બાલા પ્રોજેક્ટ અંતર્ગત અને અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ના સહકાર થી વિદેશ મંત્રી સહિત જિલ્લાના અગ્રણીઓ અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં વિતરણ કરાયું.
વહાબ શેખ \ નર્મદા : બર્કે ફાઉન્ડેશન દ્વારા સ્ત્રી સશક્તિકરણ નું અભિયાન રૂપે બાલા પ્રોજેક્ટ ચાલે છે. આપણા નર્મદા જિલ્લામાં વિદેશ મંત્રી ડો.એસ જયશંકર નર્મદા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે વ્યાધર અને સામોટ ગામને દત્તક લીધા હોય એ બંને ગામોમાં બર્ક ફાઉન્ડેશન અને અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ના સંયુક્ત ઉપક્રમે સેનેટરી પેડનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેનેટરી પેડ બે વર્ષ સુધી ઉપયોગમાં લઈ શકાય છે.આમ આ સેનેટરી પેડ વિતરણ થી પર્યાવરણને ફાયદો થવા બાબતે અવેરનેસ ની જાણકારી આપતા સ્ત્રી સશક્તિકરણના આ ઉમદા કાર્ય ને જોઈને વિદેશમંત્રી ખુબ પ્રભાવિત થયા હતા અને પોતાના હાથે પણ વિતરણ કર્યું હતું સાથે સાથે બર્ક ફાઉન્ડેશન ના સંચાલકો સાથે વાતચીત કરી સંસ્થા બાબતે જાણકારી મેળવી હતી.
આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા, નર્મદા જિલ્લા કલેકટર, ડીડીઓ, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રયુષાબેન વસાવા, ભારતીય જનતા પાર્ટી પ્રમુખ ઘનશ્યામભાઈ, છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા પ્રાંત અધિકારી સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં સેનેટરી પેડનું નિશુલ્ક વિતરણ થયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590