Latest News

બાલાસોર ટ્રેન અકસ્માતમાં CBIની કાર્યવાહી,આટલા રેલવે કર્મચારીઓની કરી ધરપકડ

Proud Tapi 08 Jul, 2023 01:32 PM ગુજરાત

તાજેતરમાં જ ઓડિશાના બાલાસોર (Balasore Train Accident) માં થયેલા ભયાનક ટ્રેન દુર્ઘટનામાં સીબીઆઈએ મોટી કાર્યવાહી કરી છે. આ ટ્રેન દુર્ઘટનામાં સીબીઆઈ(CBI) એ 3 આરોપીઓની ધરપકડ (Arrest) કરી હોવાના અહેવાલ છે.

માહિતી અનુસાર, સીબીઆઈએ બાલાસોરમાં તૈનાત સિનિયર સેક્શન એન્જિનિયર, સેક્શન એન્જિનિયર અને ટેકનિશિયન ની ધરપકડ કરી હતી. ત્રણેયની IPCની કલમ 304/201 હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

293 મુસાફરોના મોત થયા હતા
બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં કુલ 293 મુસાફરોના મોત થયા હતા, જેમાંથી 287 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે છ અન્ય લોકોએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. કોરોમંડલ એક્સપ્રેસ 2 જૂનના રોજ લગભગ 7 વાગ્યે બાલાસોરના બહંગા બજાર સ્ટેશન નજીક એક સ્થિર માલસામાન ટ્રેન સાથે અથડાઈ, તેના મોટાભાગના કોચ પાટા પરથી ઉતરી ગયા. કોરોમંડલ એક્સપ્રેસના કેટલાક ડબ્બા તે જ સમયે પસાર થતી બેંગલુરુ-હાવડા એક્સપ્રેસના કેટલાક આગળના ડબ્બા પલટી ગયા હતા.

સાઉથ ઈસ્ટર્ન રેલ્વે (SER) ના પાંચ ટોચના અધિકારીઓની બદલી
રેલવે મંત્રાલયે અકસ્માતની સીબીઆઈ તપાસની વિનંતી કરી હતી.વિનંતીને સ્વીકારીને, જોઈન્ટ ડાયરેક્ટર (સ્પેશિયલ ક્રાઈમ) વિપ્લવ કુમાર ચૌધરીના નેતૃત્વમાં સીબીઆઈએ તપાસ હાથ ધરી અને અકસ્માત સ્થળની મુલાકાત લીધી. તપાસ દરમિયાન સીબીઆઈએ અનેક રેલવે કર્મચારી (Railway Employee) ઓ અને અધિકારીઓ સાથે પણ વાત કરી હતી.બીજી બાજુ, ટ્રેન દુર્ઘટનાના થોડા અઠવાડિયા પછી, રેલ્વેએ સાઉથ ઈસ્ટર્ન રેલ્વે (SER) ના પાંચ ટોચના અધિકારીઓની બદલી કરી,જેમાં કામગીરી,સિગ્નલિંગ અને સુરક્ષા માટે જવાબદાર અધિકારીઓનો સમાવેશ થાય છે.

રેલવેના રિપોર્ટમાં શું આવ્યું?
આ ભયાનક ટ્રેન દુર્ઘટના બાદ રેલવેએ તપાસ માટે એક સમિતિની રચના કરી હતી. આ સાથે સમગ્ર કેસની તપાસ સીબીઆઈ (CBI) ને સોંપવામાં આવી હતી. આ સમિતિએ શોધી કાઢ્યું છે કે અકસ્માત(Accident) નું મુખ્ય કારણ ‘ખોટા સિગ્નલિંગ’ હતું.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post