રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ફોર વ્હીલર કાર સેલ્ફ ડ્રાઇવના નામે ભાડે લઈ જઈ કારના માલિકને ભાડું તેમજ કાર પરત ન કરી છેતરપિંડી કરનારા બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જણાવી દઈએ કે, આ શખ્સો પાસેથી 47 ફોર વ્હીલર કાર સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.
રાજકોટ શહેરમાંથી એક જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ ખાતે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધા સાથે સંકળાયેલા લોકો સાથે સેલ્ફ ડ્રાઇવિંગના નામે કાર ભાડે લઈ જઈ કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ફોર વ્હીલર કાર સેલ્ફ ડ્રાઇવના નામે ભાડે લઈ જઈ કારના માલિકને ભાડું તેમજ કાર પરત ન કરી છેતરપિંડી કરનારા બે શખ્સો પાસેથી 47 ફોર વ્હીલર કાર સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 3,51,50,000 રૂપિયાની કિંમતની 47 કાર સાથે રાજકોટના કાનજી ઉર્ફે આકાશ ઉર્ફે અકી કોટડીયા (ઉવ.27) તેમજ જામનગર ખાતે રહેતા બિલાલશા શાહમદાર (ઉવ.32)ની ધરપકડ કરવામાં આવી છે.
ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલના જણાવ્યા પ્રમાણે, આરોપી કાનજી ઉર્ફે આકાશ ઉર્ફે અકી કોટડીયા દ્વારા સેલ્ફ ડ્રાઇવિંગમાં કાર ભાડે આપવાનું કામકાજ કરે છે. ત્યારે રાજકોટ શહેર ખાતે જુદાજુદા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકો પાસેથી કાર ભાડા પર મેળવીને બિલાલશાહ શાહમદાર સાથે મિલાપીપણું કર્યું હતું. ત્યારબાદ ભાડેથી મેળવેલ કાર બિલાલશાહ દ્વારા કાર માલિકની જાણ બહાર જ અન્ય વ્યક્તિઓને વેચાણ કરી આપવામાં આવતી હતી તેમજ કાર માલિકની જાણ બહાર અન્ય વ્યક્તિઓ પાસે ગીરવી રાખીને ધિરાણ મેળવી લેવામાં આવતું હતું.
આરોપીઓ દ્વારા કાર માલિકને વિશ્વાસમાં રાખવા માટે થોડા સમય સુધી ગાડીઓનું નિયમિત ભાડું પણ ચૂકવવામાં આવતું હતું તેમજ બિલાલશાહ દ્વારા પોતાના અવૈધ ધંધા જેમ કે ડીઝલ ચોરી સહિતના ધંધાઓમાં પણ કરતો હતો. આ સાથે જ તે કોઈપણ વ્યક્તિને સસ્તા ભાવે વહેંચી દેતો હતો તેમને બિલાલશાહ શાહમદાર દ્વારા કહેવામાં આવતું હતું કે, હાલ મારી પાસે આરસી બુક નથી, પરંતુ થોડા દિવસોમાં આરસી બુક આવીએ આરટીઓમાંથી તમારા નામે કાર કરાવી આપીશુ, ત્યારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હજુ પણ વધુ કાર રિકવર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590