લોકસભા ચૂંટણી પહેલાં એક તરફ ભાજપમાં સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ છે. આ વચ્ચે ભરૂચ બેઠક પરથી આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનમાં ચૈતર વસાવા ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
આ કારણે કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલની નાારજગી સામે આવી રહી છે. જેમાં મુમતાઝ પટેલે કોંગ્રેસ અને આપ પર પ્રહાર કરતાં કહ્યું કે, ભરૂચમાં ભાડુઆતે ઘર કબ્જે કરી લીધું છે તો મકાન માલિક શું કરશે. જ્યાં બીજી તરફ ચૈતર વસાવાએ કહ્યુંકે, કોંગ્રેસ તરફથી લડવાનું થશે તો પણ લડીશ.
ભરૂચ લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાની પસંદગી પછી પૂર્વ કોંગ્રેસ નેતા અને સ્વ. અહેમદ પટેલના પુત્ર અને પુત્રી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં મુમતાઝ પટેલે આજે કોંગ્રેસ અને આપ પર પ્રહાર કરતાં કહ્યું કે, ભાડુઆત ઘરમાં ઘુસી જાય તો મકાન માલિક શું કરે છે. ભરૂચ બેઠક પરથી આપ પાર્ટીનું જીતવું મુશ્કેલ લાગી રહ્યું છે.કોંગ્રેસના કાર્યકર્તાઓ બેઘર થયા છે. આ સાથે જ મુમતાઝે કહ્યું કે, નારાજ કાર્યકરોને મનાવવાનું હવે ચૈતરનું કામ છે. આ તરફ આપ અને કોંગ્રેસના સંયુક્ત ગઠબંધન બાદ આપના ઉમેદવાર ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, કોંગ્રેસ તરફથી લડવાનું થશે તો પણ લડીશ. તેમજ હું કોંગ્રેસના આગેવાનોનું માન જાળવી કામ કરીશ. નાની મોટી નારાજગીને દુર કરવાની કોશિશ કરીશ અને સૌને સાથે લઈને ચાલીશું. આ સાથે જ ચૈતર વાસાવાએ કહ્યું કે, ભરૂચ લોકસભા જીતીને એહમદ પટેલને સાચી શ્રદ્ધાંજલિ આપીશું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590