Latest News

ભરૂચથી લોકસભા ચૂંટણી લડશે ચૈતર વસાવા, કેજરીવાલે કરી જાહેરાત

Proud Tapi 07 Jan, 2024 01:07 PM ગુજરાત

2024 ની લોકસભા ચૂંટણીમાં આદમી પાર્ટી ગુજરાતની ભરૂચ લોકસભા બેઠક પરથી ચૈતર વસાવાને મેદાનમાં ઉતારશે. ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા AAP કન્વીનર અરવિંદ કેજરીવાલે નેત્રંગ ની સભામાં મંચ પરથી ચૈતર વસાવાની ઉમેદવારીની જાહેરાત કરી હતી. કેજરીવાલે કહ્યું કે તમે ભાજપને આગામી 30 વર્ષ સુધી વોટ આપી શકો છો, પરંતુ તેઓ કંઈ કરશે નહીં.

આમ આદમી પાર્ટી ગુજરાતની ભરૂચ લોકસભા બેઠક પરથી ચૈતર વસાવા ચૂંટણી લડશે. ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા અરવિંદ કેજરીવાલે જેલમાં બંધ AAP ધારાસભ્યને લોકસભામાં ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી હતી.

ભાજપને આદિવાસી વિરોધી ગણાવતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે ચૈતર વસાવાને જામીન મળે તો સારું રહેશે, નહીં તો ચૈતર વસાવાને જેલમાંથી જ ચૂંટણી લડશે. કેજરીવાલે કહ્યું કે ભાજપે ગુજરાતમાં આદિવાસી સમાજ માટે કંઈ કર્યું નથી. કેજરીવાલે કહ્યું કે તમે આગામી 30 વર્ષ સુધી વોટ આપી શકો છો, પરંતુ તેઓ કંઈ કરશે નહીં.

ચૈતર વસાવાને  સિંહ કહ્યા
ભાજપ પર પ્રહાર કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે ચૈતર વસાવા સિંહ છે અને ભાજપ તેમને લાંબા સમય સુધી જેલમાં નહીં રાખી શકે. રેલીમાં કેજરીવાલે પોતાની જાણીતી શૈલીમાં લોકોને નારા લગાવ્યા અને કહ્યું કે  જેલ કે તાલે  તૂટેંગે ,ચૈતર વસાવા  છુંટેંગે   

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post