ગ્રામીણ બાળકો સાથે બાળસહજ વાત્સલ્યના ભાવ સાથે મધ્યાહન ભોજન માણતા મુખ્યમંત્રી
તાપી જિલ્લાના છેવાડાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા કુકરમુંડા અને નિઝર તાલુકાના બોર્ડર વિલેજના ગામોની મુલાકાતે પધારેલા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમના ઝંઝાવાતી પ્રવાસ દરમિયાન નિઝર તાલુકાના રૂમકી તળાવ પ્રાથમિક શાળાની મુલાકાત લઇ બાળકો સાથે મધ્યાહન ભોજન માણ્યું હતું.
મુખ્યમંત્રીએ ગ્રામીણ બાળકો સાથે બાળસહજ વાત્સલ્યના ભાવ સાથે,તેમની સાથે પંગતમાં બેસી મધ્યાહન ભોજનના ભોજનનો આનંદ માણ્યો હતો. દરમિયાન મુખ્યમંત્રીએ બાળકો સાથે વાતચીત કરી મધ્યાહન ભોજનની ગુણવત્તા અને શૈક્ષણિક સુવિધાઓનો ચિતાર પણ મેળવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590