ગુજરાતમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણ માટે આયોજિત પાંચ દિવસીય "ટ્રેઈન ધ ટ્રેનર" કાર્યક્રમનો ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં સમાપન સમારંભ યોજાયો હતો.
‘ટ્રેઈન ધ ટ્રેનર’ વર્કશોપ અંતર્ગત રાજ્યમાં સૌથી મોટી પાંચ દિવસીય ફેકલ્ટી ટ્રેનિંગ NEP 2020 યોજાઇ હતી જેમાં 200થી વધુ લોકોએ ભાગ લીધો હતો.“ટ્રેઈન ધ ટ્રેનર" તાલીમ અંતર્ગત ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે NEP-2020ના સુચારુ અમલીકરણ થકી વિદ્યાર્થીઓમાં રોજગાર કુશળતા કેળવાય તે માટે શિક્ષકો અને આચાર્યોને સજ્જ કરવાનો પ્રયાસ કરાયો હતો.NEP 2020નું ગુજરાતમાં થયેલ અમલીકરણ અન્ય રાજ્યો માટે રોલ મોડલ પૂરવાર થશે તેવો મત વ્યક્ત કરાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590