દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટાના ખેડૂતોના ઉત્થાન માટે હિલ મિલેટ રિસર્ચ વર્ક, NAU, વઘઈ અને કૃષિ વિભાગ, ડાંગને ગત દિવસો દરમિયાન પ્રતિષ્ઠિત SKOCH એવોર્ડ પ્રાપ્ત થયો છે. ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારના ખેડૂતોના ઉત્થાન માટે હિલ મિલેટ રિસર્ચ વર્ક, NAU, વઘઇ અને કૃષિ વિભાગ, ડાંગનું નોમિનેશન પ્રતિષ્ઠિત SKOCH એવોર્ડ માટે થવા પામ્યું હતું. આ એવોર્ડ માટેની પ્રક્રિયામાંથી પસાર થઇ ડાંગ જિલ્લાને સિલ્વર એવોર્ડ મેળવવામાં સફળતા મળી છે. દિલ્હીથી મળેલો આ એવોર્ડ જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા મેળવવામાં આવ્યો હતો, જે જિલ્લાની સંકલન સમિતિની બેઠકમાં, જિલ્લા વહીવટી તંત્રના વડા એવા કલેકટર મહેશ પટેલ ને સુપ્રત કરવામાં આવ્યો હતો.
ડાંગ કલેકટર મહેશ પટેલે જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી હર્ષદ પટેલ અને તેમની ટિમ સહિત સૌને સહિયારા પ્રયાસો માટે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિ માં અભિનંદન પાઠવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590