આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગ રૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જિલ્લા રમતગમત કચેરી ડાંગ દ્વારા આજરોજ ડાંગ સ્વરાજ આશ્રમ આહવા ખાતે જિલ્લા કલેક્ટર મહેશ પટેલના અધ્યક્ષ સ્થાને યોગ પ્રોટોકોલ તાલીમ સત્ર તથા યોગયાત્રા રેલીનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
જિલ્લા કલેક્ટર મહેશભાઇ પટેલે યોગયાત્રા રેલીની લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી.યોગયાત્રા રેલી સ્વરાજ આશ્રમ મેદાનથી ગાંધી બાગ પેટ્રોલ પંપ થઈ પરત સ્વરાજ આશ્રમ સુધી યોજાઇ હતી.યોગ વિશે જાગૃતિ માટેની આ રેલીમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળભાઇ ગાવિત તેમજ વિવિધ વર્ગના પ્રતિનિધીઓ જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590