Latest News

પ્રવાસન નિગમ તથા વન વિભાગના વિકાસ કાર્યોની સમીક્ષા હાથ ધરાઇ

Proud Tapi 30 Jul, 2023 01:05 PM ગુજરાત

ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા વન પર્યાવરણ અને કલાઇમેંટ ચેન્જ, પ્રવાસન વિભાગના મંત્રી શ્રી મુળુભાઇ બેરાએ ‘મેઘ મલ્હાર પર્વ-૨૦૨૩’ ની પૂર્વ સંધ્યાએ તેમના હસ્તકના વિભાગો એવા પ્રવાસન નિગમ અને વન વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.હોટલ તોરણ રિસોર્ટ્સના કોન્ફરન્સ હોલમાં યોજાયેલી આ બેઠકમાં ડાંગ સહિત ગુજરાતનાં પ્રવાસન વિકાસના મુદ્દાઓની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સાથે વન વિભાગની વન જતન સંવર્ધનની કામગીરીની પણ ઝીણવટભરી ચર્ચા હાથ ધરી હતી.

દરમિયાન ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક  વિજયભાઈ પટેલે પ્રજાહિતના પ્રોજેકટ વધુ લોકભોગ્ય બને તેવા પ્રયાસોની હિમાયત કરતાં, વિકાસ કાર્યોમાં સ્થાનિક જન પ્રતિનિધિઓની ભાગીદારી સુનિશ્ચિતત કરવાની પણ અપીલ કરી હતી.બેઠકની કાર્યવાહી સંભાળતા ડાંગ કલેક્ટર  મહેશ પટેલે જિલ્લાની વિગતોથી મંત્રીને અવગત કરાવ્યા હતા.

બેઠકમાં વલસાડ વન વર્તુળના મુખ્ય વન સંરક્ષક મનિશ્વર રાજા, જિલ્લા વિકાસ અધિકારી  આર.એમ.ડામોર, નાયબ વન સંરક્ષક સર્વશ્રી રવિ પ્રસાદ અને દિનેશ રબારી સહિત TCGL ના અધિકારીઓએ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો.

નિવાસી અધિક કલેક્ટર  એસ.બી.તબિયાડ, ઇન્ચાર્જ ચીફ ઓફિસર  અર્જુનસિંહજી ચાવડા, ACF સુશ્રી આરતી ભાંભોર, સહિતના અધિકારીઓએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા અદા કરી હતી.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post