Latest News

ડાંગ જિલ્લા મહિલા અભયમે માતાઓનું મેડિકલ ચેકઅપ કરાવી મધર્સ ડે ની ઉજવણી કરી

Proud Tapi 16 May, 2023 05:43 PM ગુજરાત

ગુજરાત રાજ્યના ઇ.એમ.આર.આઇ.ગ્રીન હેલ્થ સર્વિસ સંચાલિત તમામ પ્રોજેક્ટ તરફથી મધર્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી.જે અંતર્ગત ડાંગ જિલ્લામાં ઈમરજન્સી સેવા સાથે સંકળાયેલ કર્મચારીઓ અને તેમની માતાઓના મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યુ હતુ.સાથે જ દરેક માતાને ફૂલ સાથે સન્માન પત્ર આપી બહુમાન કરવામાં આવ્યા હતા.

મોબાઈલ હેલ્થ યુનિટ ની મેડિકલ ટીમ દ્વારા માતાનું બ્લડ ટેસ્ટ, શુગર, બ્લડ પ્રેશર, હિમોગ્લોબીન આંખો ની તપાસ સાથે ચેક અપ કરી આરોગ્ય રિપોર્ટ આપવામાં આવ્યો હતો. જેથી માતા પોતાના આરોગ્ય બાબતે સભાનતા કેળવી શકે અને તંદુરસ્ત રહી શકે. આરોગ્ય સભાનતા સાથે નો મધર્સ ડે ની ઉજવણી નો પ્રસંગ આરોગ્ય કર્મીઓ તેમજ માતાઓ માટે અનોખો બની રહ્યો હતો.

 

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post