ડાંગ જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ આહવાના ઘોઘલી ગામમાંથી ઇકો અને સ્વીફ્ટ કારમાં લઇ જવાતા દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો.તેમજ કુલ કિંમત રૂપિયા ૪,૦૭,૫૦૫/- નો મુદ્દામાલ જપ્ત કરી,૫ ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
ડાંગ જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે,ઈકો ગાડી રજી.નં.GJ-19-AM-6536 તથા સ્વીફ્ટ કાર રજી. નં.G.J-06-FQ-4857 અને એક I-10 કાર કારમાં પાસ પરમીટ વગરનો દારૂનો જથ્થો ભરી ઘોઘાલી ગામમાંથી પસાર થનાર છે.જે બાતમીના આધારે આહવા તાલુકાના ઘોઘલી ફાટકથી ઘોઘલી ગામ તરફ જતા રોડ પર કાર પહોંચી હતી ત્યારે, પોલીસની ગાડી જોઈને સ્વીફટ કાર ચાલક પોતાની ગાડી પાછળ વાળવાની કોશિશ કરી હતી, પરંતુ પાછળ ઇકો ગાડી તથા I-10 કાર હોવાથી, જેથી સ્વીફ્ટ કાર રોડની સાઇડમાં ઉતરી ફસાઇ ગઇ હતી અને સ્વિફ્ટ કારમાં સવાર 2 ઈસમો કાર છોડી નાસી છૂટયા હતા.તેમજ ઇકો ગાડી માંથી પણ એક ઈસમ નાસી છૂટયો હતો.I-10 કાર યુ-ટર્ન લઈ પરત ઘોઘલી ગામ તરફ ભાગી ગઈ હતી.પોલીસે ઇકો ગાડી માંથી મનીષ ઈશ્વર પટેલ (રહે.રોહીણી ગામ, લાખણ ફળીયું ,તા.પારડી જી.વલસાડ)ની ધરપકડ કરી હતી.
તેમજ ઇકો અને સ્વીફ્ટ કાર માંથી અલગ અલગ બ્રાન્ડનો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો કુલ બોટલ નંગ -૮૨૧ જેની કિં.રૂ.૮૫,૫૦૫/ તથા મોબાઇલ નંગ-૦૩ જેની કિં.રૂ.૩૫,૦૦૦/- તથા ફોર વ્હીલ નંગ ૨ જેની કિં.રૂ.૩,૫૦,૦૦૦/- એમ મળી કુલ કિં.રૂ.૪,૭૦,૫૦૫/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.નાસી છૂટેલા (૧)મયુર (રહે.ડોકમઢી ,સેલવાસજી.દાદર અને નગર હવેલી),(૨)પ્રિયાંક પટેલ (રહે.તબાંડીગામ,ગામ.મોટી તંબાડ, તા.પારડી જી.વલસાડ),(૩)મુન્નાભાઇ (રહે.સેલવાસ જી.દાદરા નગર હવેલી),(૪)અનિલ હળપતી ( રહે.સેલવાસ જી.દાદરા નગર હવેલી)અને (૫)એક અજાણ્યો ઇસમ જેનું નામ ઠામ જણાઈ આવેલ નથી એમ મળી કુલ ૫ ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.આહવા પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590