આહવા તાલુકાના ધવલીદોડ ગામના બસ સ્ટેશન પરથી તા.08/03/2023 ના રોજ આશરે 42 વર્ષીય એક અજાણી મહિલા મળી આવી હતી. જે મહિલાને મહિલા અને બાળ વિકાસ અધિકારી કચેરી આહવા-ડાંગ ના માર્ગદર્શન હેઠળ ચાલતા સખી વન સ્ટોપ સેન્ટર આહવા ખાતે લાવી આશ્રય આપવામાં આવ્યો હતો.
અહીં સેન્ટરના કાઉન્સેલર દ્વારા આશ્રિત મહિલા નુ કાઉન્સેલિંગ કરતાં મહિલાએ પોતાનું નામ કૌશલ્યારાણાબેન મનોજભાઈ મિસ્ત્રી, રહેવાસી ઝારખંડ રાજ્યના કોડેરમા જિલ્લા ના વતની હોવાનું જણાવેલ હતું. આ મહિલા સાથે વધુ વિગતે વાતચીત કરતા જણાવ્યુ કે તેઓનુ માનસિક સંતુલન બરાબર ન હોવાથી અન્ય બીજી કોઈ પ્રાથમિક માહિતી મળી ના શકી માટે તેને આશ્રિત તરીકે રાખવામાં આવી હતી. તે ઉપરાંત મહિલાને આહવા જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે પણ રાખવામાં આવી હતી.
આશ્રિત મહિલા નુ સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારી દ્વારા અવાર નવાર કાઉન્સેલિંગ કરતા મહિલાના પરિવારના સભ્યો વિશે, તેમના કામકાજ વિશે, તેમજ સગા-સંબંધીઓ વિશે વિસ્તૃત માહિતી એકત્રિત કરી સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક ચૌધરી સ્મિતાબેન દ્વારા ઝારખંડ રાજ્યના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસનો સંપર્ક કર્યો જે બાદ તેઓના તેમના સફળ પ્રયાસથી આશ્રિત મહિલાના પરિવારજનોની માહિતી મળી હતી.
આશ્રિત મહિલા બિહાર રાજ્યના ગયા જિલ્લાના મોહનપુર તાલુકાના સિંધુ ગઢ અંબાતારી ગામના વતની હોવાનું જાણવા મળ્યુ હતુ, ત્યારબાદ તેમના પરિવારજનોને ટેલિફોનિક સંપર્ક કર્યા બાદ મહિલાના પતી તેને લેવા માટે આવ્યા હતા. જે બાદ મહિલાના પતી સાથે સુખદ મિલન કરાવ્યું હતું. મહિલાના પતિએ આહવા ડાંગ જિલ્લાના વહીવટી તંત્ર તથા મહિલા અને બાળ વિકાસ કચેરી અને સખી વન સ્ટોપ સેન્ટર નો આભાર વ્યક્ત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590