Latest News

ડાંગ જિલ્લામાં સવારે છ થી સાંજના ચાર વાગ્યા દરમિયાન સરેરાશ ૪.૩ મી.મી.વરસાદ નોંધાયો

Proud Tapi 26 Jun, 2023 02:25 PM ગુજરાત

વનાચ્છાદિત ડાંગ જિલ્લામાં આજે સવારે છ થી સાંજના ચાર વાગ્યા દરમિયાન સરેરાશ ૪.૩ મી.મી. વરસાદ નોંધાયો છે.જિલ્લા ડિઝાસ્ટર કક્ષ તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર સવારે છ થી સાંજના ચાર વાગ્યા દરમિયાન આહવા તાલુકામાં ૪ મી.મી., વઘઇ ખાતે ૫ મી.મી., તથા સુબિર તાલુકામાં ૪ મી.મી. વરસાદ નોંધાયો છે. જ્યારે ગિરિમથક સાપુતારા પંથકમાં ૫ મી.મી. વરસાદ નોંધાતા, સમગ્ર ડાંગ જિલ્લામાં સરેરાશ ૨૨ મી.મી. વરસાદ નોંધાવા પામ્યો છે.

જિલ્લા વહીવટી તંત્ર ના તમામ લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ/કર્મચારીઓને સતત હેડક્વાર્ટર ઉપર હાજર રહી, સંભવિત કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા કલેકટર મહેશ પટેલે તાકીદ કરી છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post