દંડકારણ્યની ભુમી આહવાના આંગણે ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે આગામી તા. ૧૦ ઓક્ટોબર થી ૨૩ ઓક્ટોબર 2023 દરમ્યાન દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવનાર છે. જે બાબતે તાજેતરમાં કથાકાર શ્રી પ્રફુલ શુક્લ ની હાજરીમા બેઠકનું આયોજન કરવામા આવ્યુ હતુ. જેમાં ડો. હિંમતભાઈ પટેલ, શ્રી દેવાશું દેસાઇ, ડાંગ સ્વરાજ આશ્રમના ટ્રસ્ટી શ્રી વનરાજ નાયક, બાપા સિતારામ પરીવારના શ્રીમતી ભારતીબેન ગાયકવાડ, શ્રી ગૌરવકુમાર કટારે, શ્રીમતી રમીલાબેન રાઠોડ, શ્રીમતી રેખાબેન ચૌધરી વિગેરે સેવા કર્મીઓએ હાજર રહીને કથાના આયોજન અંગે ચર્ચા વિચારણા કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590