પ્રાકૃતિક ડાંગ જિલ્લામા આદિવાસી લોકોએ તેરા સન (તહેવાર) બાદ ડાંગરની રોપણીની શરૂઆત કરી છે.
ડાંગ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમા મેઘરાજા મન મૂકીને વરસતા નદી, નાળા, સરોવર છલાકાઈ જવા પામ્યા છે. આહવા તાલુકામા મોસમનો કુલ વરસાદ 775 મી.મી, વઘઇમા 835 મી.મી, સુબીરમા 619 મી.મી જ્યારે જિલ્લામા મોસમનો કુલ વરસાદ 743 મી.મી નોંધાયો છે. સમગ્ર જિલ્લામાં રોપણી લાયક વરસાદ થતા જિલ્લામા ઠેર ઠેર ડાંગરની રોપણીની શરૂઆત કરવામા આવી છે.
આદિવાસી ખેડુતોએ પાડા, બળદ અને ટ્રેક્ટરના ઉપયોગ થકી ખેતી પ્રક્રીયાના આરંભ સાથે મહિલાઓ દ્વારા સામુહીક રોપણીની શરૂઆત કરવામા આવી છે. દ્રશ્યોમા પાંરપરીક પોષાક સાથે ડાંગી મહીલાઓ ડાંગર રોપણી કરતી નજરે પડે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590