આહવા: PC & PNDT Act-1994 અંતર્ગત શ્રીમતી સુનિતાબેન બાગુલ અધ્યક્ષ, નારી અદાલત આહવા-ડાંગ ના અધ્યક્ષ સ્થાને ડાંગ જિલ્લા ડિસ્ટ્રિક્ટ એડવાઈઝરી કમિટીની બેઠક, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીની ચેમ્બરમાં યોજવામા આવી હતી. The PC & PNDT Act અંતર્ગત ડિસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમિટી ની પુન: રચના કરવા માટે શ્રી ગાંડાભાઇ નાયકના બદલે નવા સભ્યો ડો.એ.જી.પટેલ ચૈરમેન-IMA તથા આગાખાન સંસ્થા ના એરીયા મેનેજરનો ડિસ્ટ્રીક્ટ એડવાઈઝરી કમિટી માં સમાવેશ કરાયો છે. સાથે કમિટીના ચેરમેન તરીકે શ્રીમતી સુનિતાબેન બાગુલને (અધ્યક્ષ નારી અદાલત, એડવોકેટ) ફરીથી જિલ્લા ડિસ્ટ્રિક્ટ એડવાઈઝરી કમિટીના અધ્યક્ષ બનવા માટે સર્વે કમિટી સભ્યોએ સહમતી દર્શાવી હતી.
આ મિટીંગમાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હિમાંશુ ગામીત દ્વારા Surrogacy Act-2021 અંગેની ચર્ચા કરી સર્વે કમિટી ના સભ્યો ને Surrogacy Act-2021 અંગેની વિસ્તૃત સમજ આપી હતી. Surrogacy Act-2021 માટે ડાંગની જિલ્લા મેડીકલ બોર્ડની રચના કરવામાં આવેલ છે.
District Appropriate Authority PC PNDT ACTના ખાતામાં જમા થયેલ ફી ની રકમ માંથી બેટી-બચાઓ-બેટી પઢાવો માટે, તાલુકામા જાતિ પ્રમાણ ઓછુ હોય ત્યાં IEC કરવા અંગેની ચર્ચા કરવામાં આવી હતી. ડાંગ જિલ્લામાં નાની ઉંમરે લગ્ન થવાથી પ્રિમેચ્યોર ડિલિવરી વધુ પ્રમાણમાં જોવા મળે છે. જે બાબતે જિલ્લાના દરેક ગામોના સરપંચ તેમજ પાટીલને બાળ લગ્નો અટકાવવા તેમજ લોકોને જાગૃત કરવા અંગે પણ ડો.હિમાંશુ ગામીતે જણાવ્યુ હતુ.
આ બેઠકમા વઘઇ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.સ્વાતિ પવાર, IMA ચેરમેન ડો.એ.જી.પટેલ, સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ ડો. રિતેશ બ્રહ્મભટ્ટ, પેથોલોજીસ્ટ શ્રીમતી ડૉ. જ્યોતિ વસાવા, મેનેજર પ્રોગ્રામ આગાખાન સંસ્થા અંજલી ગામીત, બાળરોગ નિષ્ણાત ડો. ભાવિન એસ. પટેલ, પ્રોગ્રામ આસિસ્ટન્ટ ઉમાકાન્તભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590