Latest News

તાપીના ડોલવણના ટીડીઓ વીરેન્દ્રસિંહ ડોડીયા ₹12,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

Proud Tapi 07 Feb, 2025 03:03 PM ગુજરાત

ACBની ઝડપી કાર્યવાહી થી તાપી જિલ્લામાં લાંચિયા અધિકારીઓમાં ફફડાટ

તાપી જિલ્લાના ડોલવણ તાલુકા વિકાસ અધિકારી વિરેન્દ્રસિંહ નટવરસિંહ ડોડીયા લાંચ લેતા ACB દ્વારા રંગે હાથ ઝડપાયા હતા. ફરિયાદી દ્વારા આપવામાં આવેલી માહિતી ના આધારે ACB તાપીની ટીમે ગોઠવેલા છટકામાં ₹12,000 ની લાંચ લેતા આ આરોપી અધિકારી આબાદ પકડાઈ ગયા હતા.

 પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રધાનમંત્રી આદિ આદર્શ યોજના-2021-22 હેઠળ જાહેર શૌચાલય અને "આપણો તાલુકો, વાઇબ્રન્ટ તાલુકો-2023-24" યોજના હેઠળ પાણી માટે પાઇપલાઇન ની કામગીરી માટે રૂ. 6 લાખના બિલ પાસ કરવા ડોલવણના તાલુકા વિકાસ અધિકારી વિરેન્દ્રસિંહ નટવરસિંહ ડોડીયાએ ₹12,000 ના લાંચની માંગણી કરી હતી. પરંતુ ફરિયાદી લાંચ આપવા  ના માંગતા હોય તેમણે સીધો ACBનો સંપર્ક કર્યો હતો.

જેમાં  ACB સુરતના મદદનીશ નિયામક આર. આર. ચૌધરી ના માર્ગદર્શન હેઠળ તાપી ACB ના પોલીસ ઇન્સ્પેક્ટર એસ. જે. ચૌધરી અને તેમની ટીમે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. જેમાં સૂચના મુજબ  આરોપી ટીડીઓ વીરેન્દ્રસિંહ ડોડીયા ફરિયાદી પાસેથી માંગેલી રકમ ₹,12,000 લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. જેથી ACB પોલીસની ટીમે તુરંત જ કાર્યવાહી હાથ ધરી અને આરોપીની ધરપકડ કરી હતી.

સત્તાનો દુરુપયોગ નહીં ચાલે!
તાપી જિલ્લામાં એક બાદ એક લાંચના કેસો સામે આવતા, સામાન્ય નાગરિકો હવે વધુ જાગૃત થઈ ACB નો સહારો લઈ રહ્યા છે. ACBની આ ઝડપી કાર્યવાહી પેઢીદાર સરકારી અધિકારીઓ માટે ચેતવણી રૂપ બની છે. હવે જોવાનું એ રહેશે કે આ કેસમાં વધુ શું ખુલાસા થાય છે!

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post