ભારત સરકાર દ્વારા ડ્રગ્સ ફ્રી ઇન્ડિયા ઓન વિઝન હેઠળ તારીખ 12 જૂનથી 26 જૂન સુધી " નશા મુક્ત ભારત પખવાડિયા "ની ઉજવણી કરવામાં આવી રહી છે ,જેના ભાગરૂપે આજરોજ તાપી જિલ્લા એસ.ઓ.જી તથા વાલોડ પોલીસ સ્ટેશન તથા જિલ્લા ટ્રાફિક બ્રાન્ચ દ્વારા સંયુક્ત રીતે સાયન્સ કોલેજ વાલોડ ખાતે વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ બાબતે જાગૃતિ આવે તે માટે ડ્રગ્સ અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો.
આ સેમિનારમાં ડ્રગ્સ ના નશાથી થતી આડ અસરો વિશે, NDPS ના કાયદા વિશે તથા નશાની બદીથી કેવી રીતે દૂર રહી શકાય તે માટે તથા વિદ્યાર્થીઓમાં ટ્રાફિકના નિયમો તથા કાયદા તેમજ સાયબર ક્રાઇમ બનાવો તથા કાયદા વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590