ગુજરાતમાં કોઈ પણ તહેવારની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. જોકે તહેવારની ઉજવણી ઘણીવાર માતમમાં બદલાઈ જતી હોય છે. આવું જ કંઈક આજે રાજ્યમાં બન્યું છે. જેમાં રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં ધૂળેટીની ઉજવણી સાથે નદી-તળાવમાં ન્હાવા પડેલા કુલ 9 અને ઘરમાં ઝઘડા બાબતે 1 મળી કુલ 10 લોકોના મોત થયા છે. જે પાકી ભાવનગરના તળાજામાં ત્રણ, ખેડાના વડતાલમાં ત્રણ અને બનાસકાંઠાના ડીસામાં બે અને મહિસાગરમાં 1 ,નર્મદામાં ઘરમાં નોનવેજ નહીં બનાવી આપા અંગે 1 એમ કુલ 10 લોકોના મોત નિપજયાં છે. આ ઘટનામાં કુલ ખેડાના વડતાલમાં મૃત્યુ પામેલા 3 વિદ્યાર્થીઓ હતા. ફાયર વિભાગે યુવકોના મૃતદેહ શોધવાને લઈ કાર્યવાહી હાથધરી છે,તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.
ભાવનગરના તળાજાના મણાર ગામે નદીમાં ન્હાવા પડેલા 3 યુવકોના મોત નિપજયાં છે.ત્રણ યુવાનો વસ્ત્રો બહાર મૂકીને ન્હાવા પડયા હતા,પરંતુ લાંબા સમય સુધી બહાર ન આવતા ગ્રામજનોએ શોધખોળ હાથધરી હતી અને ફાયરવિભાગનો સંપર્ક કર્યો હતો. ફાયરવિભાગે યુવાનોના મૃતદેહ શોધવાને લઈ કામગીરી શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ખેડાના વડતાલ ખાતે વલ્લભ વિદ્યાનગરની એમ.વી.પટેલ કોલેજના 12 વિદ્યાર્થીઓનું ગ્રૂપ આવ્યું હતું. જેમાંથી પાંચ વિદ્યાર્થીઓ વડતાલના ગોમતી તળાવમાં ન્હાવા ગયા હતા. જે પૈકી ત્રણ વિદ્યાર્થીઓના ડૂબી જવાથી મોત થયા હતા આ ઘટનાની જાણ નડિયાદ ફાયર વિભાગને કરાતા તાત્કાલિક એક ટીમ ત્યાં પહોંચી હતી. વિદ્યાર્થીઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.
જ્યારે બનાસકાંઠા જિલ્લામાં ડીસાના પાલનપુરમાં યુવકો બાલારામ નદીમાં ન્હાવા પડતા બે યુવાનોના મોત થયા છે. ધૂળેટી પર્વને લઈ યુવાનો નદીમાં ન્હાવા પડયા હતા. સ્થાનિક તરવૈયાઓએ યુવકોના મૃતદેહને બહાર કાઢ્યા છે. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી તપાસ હાથધરી છે.
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના કંથારપુરા ગામના મુકુંદભાઈ ગોપાલભાઈ બારીયા ઉ.વ.૩૪ જે ઘરમાં નોનવેજ નહીં બનાવી આપવા બાબતે નદીમાં છલાંગ લગાવી પોતાનું જીવન ટુકાવ્યું હતું.સ્થાનિક તરવૈયાઓએ યુવકનો મૃતદેહને બહાર કાઢ્યો હતો. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી તપાસ હાથધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590