રવિવારના રોજ યોજાયેલ મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-ખાસ ઝુંબેશ અંતર્ગત તાપી જિલ્લામાં ૨૬૩૩ અરજીઓ મળી
ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત રાજયમાં મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે. જે અંતર્ગત તાપી જિલ્લા સહિત તમામ જિલ્લાઓમાં તા.01/04/2023 ના રોજ કે તે પહેલાં 18 વર્ષ પૂર્ણ થયેલ મતદારયાદીમાં નોંધાવાને પાત્ર પણ વણનોંધાયેલ વ્યક્તિઓ તા.23/04/2023 સુધીમાં તેમનું નામ ફોર્મ 6 ભરી નોંધાવી શકે છે. આ ઉપરાંત તા.16/04/2023 અને તા.23/04/2023 ના બે રવિવારના દિવસોએ મતદાન મથકો ખાતે બુથ લેવલ ઓફિસર સવારે 10:00 થી સાંજના 5:00 વાગ્યા સુધી ઉપલબ્ધ રહી વિવિધ ફોર્મ સ્વીકારવા ની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. ગત તા.16/04/2023 રવિવારના રોજ ખાસ ઝુંબેશના ભાગરૂપે મળેલ અરજીઓમાં તાપી જિલ્લામાં કુલ-૨૬૩૩ અરજીઓ મળી હતી. જેમાં ફોર્મ ૬ હેઠળ કુલ-૧૦૬૯ અરજીઓ, ફોર્મ ૬(ખ) હેઠળ ૩૧૦ અરજીઓ, ફોર્મ ૭ હેઠળ ૩૮૮ અરજીઓ, ફોર્મ ૮ હેઠળ ૮૬૬ મળી સમગ્ર તાપી જિલ્લામાં કુલ- ૨૬૩૩ અરજીઓ મળી છે. આ ખાસ ઝુંબેશમાં નાગરિકોને અસુવિધા ન થાય તે માટે ૬૦૫ બીએલઓ, ૬૪ સુપરવાઇઝર અને અન્ય ૫૦ જેટલા અધિકારી-કર્મચારીઓ મળી સરાહનીય કામગીરી કરી રહ્યા છે. એમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, તાપી દ્વારા જણાવાયું છે.
અત્રે નોંધનીય છે કે, આગામી તા.23/04/2023 રવિવારના દિવસે મતદાન મથકો ખાતે બુથ લેવલ ઓફિસર સવારે 10:00 થી સાંજના 5:00 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. મતદારયાદીના આ નોંધણી/કમી/સુધારા-વધારા અંગેના ફોર્મ સ્થાનિક બુથ લેવલ ઓફિસર પાસેથી, મામલતદાર કચેરી તથા કલેકટર કચેરી ખાતેથી મેળવી તથા રજૂ કરી શકે છે અથવા તો https://nvsp.in/ કે "વોટર હેલ્પલાઈન" એપ દ્વારા ઓનલાઇન ભરી શકે છે તથા તેમની અરજી નું સ્ટેટસ જાણી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590