બીટેક એન્જિનિયર થયેલા યુવકે એકજ મોડસ ઓપરેન્ડીથી અનેક લોકોને શિકાર બનાવ્યા
નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ફિલિંગનું કામ કરતા કર્મચારી તેમજ ગોપાલ નમકીનના સેલ્સમેન સાથે ગુગલ પે ના નામે રૂ. 33000 ની છેતરપિંડી કરી ફરાર કાળા કાંચવાળી નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ ગાડીના ચાલક અને બી ટેક એન્જિનિયર થયેલા વડોદરાના યુવકને નર્મદા એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે.
તા.29 જૂન 2024 ના રોજ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં બે લોકો સાથે સિલ્વર કલરની નંબર વગરની સ્વિફ્ટ ગાડીના ચાલક દ્વારા ગૂગલ પે ના નામે રૂ. 33,000 ની ઠગાઈ કરવામાં આવી હતી. પેટ્રોલ પંપ ઉપરથી પેટ્રોલ ફિલિંગ નું કામ કરતા કર્મચારી પ્રિતેશ અનોપ તડવી પાસેથી રૂ. 18000 અને ગોપાલ નમકીનના સેલ્સમેન મુકેશ તડવી સાથે રૂપિયા 15000 ની એમ કુલ રૂ.33,000 ની ઠગાઈ કરી અજાણ્યો ચાલક ફરાર થઈ ગયો હતો.
જેની ફરિયાદ તા. 18.7.24 ના રોજ તિલકવાડા પોલીસ મથકમાં નોંધાઇ હતી. અને આ ઘટનાના સમાચાર ન્યૂઝ પેપર અને સોશ્યલ મીડિયામાં પ્રકાશિત થતાં સમગ્ર જીલ્લા સહિત રાજ્યમાં હલચલ મચાવી દીધી હતી. અને જ્યારે આ કેસ નર્મદા એલસીબીને સોંપવામાં આવતા પોલીસે આરોપીને પકડવા તપાસનો ધમધમાટ ચાલુ કર્યું હતું. પરંતુ આ આરોપી પકડવામાં પોલીસને મુશ્કેલી પડી રહી હતી કારણ કે, ગુનામાં વપરાયેલી ગાડીની આગળ પાછળની નંબર પ્લેટ ન હતી, અને ગાડી ઉપર કોઈપણ જાતનું લખાણ ન હતું અને ગાડીના કાચ પણ કાળા હતા અને આરોપી કોઈ પણ જગ્યાએ ગાડીમાંથી ઉતર્યો ન હતો.
ત્યારે નંબર વગરની આ કારમાં આવી પેટ્રોલ પંપ ઉપર આ મોડસ ઓપરેન્ડી દ્વારા છેતરપિંડી કરવાની ઘટનાના સમાચાર ગુજરાત ભરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર વાયરલ થયા ત્યારે એની કોમેન્ટ બોક્સમાં એક યુઝર્સ એ લખ્યું કે અમારા સંબંધી સાથે પણ વડોદરા ખાતે પેટ્રોલ પંપ ઉપર આ પ્રકારની છેતરપિંડી થઈ છે
ત્યારે નર્મદા જિલ્લા એલસીબી પોલીસે તપાસનો દોર વડોદરા સુધી લંબાવ્યો હતો. અને હ્યુમન સોર્સિસ અને સર્વિલન્સ ટેકનિક અને સીસીટીવી ફૂટેજ દ્વારા આરોપીનું પગેરું મેળવી પોલીસ આરોપીના ઘર સુધી પહોંચી ગઈ હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો .પોલીસ જ્યારે આ આરોપીને પકડી એની પૂછપરછ કરી ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ હતી કે આ ગુનાને અંજામ આપનાર આરોપી 25 વર્ષીય યુવક વલય કલ્પિત કુમાર સોલંકી, રહે. કમલા પાર્ક સોસાયટી, વડોદરા અશિક્ષિત કે અભણ નથી પણ બીટેક એન્જિનિયર છે
એણે પોતાની બુદ્ધિ મત્તાનો સારા કામના બદલે ખોટા રસ્તે કર્યો હતો અને એ સારી રીતે જાણતો હતો કે,પેટ્રોલ પંપના ઓનર્સ આવી નાની મોટી રકમ માટે પોલીસના લફળામાં પડતા નથી. જેથી ખાસ કરીને આ યુવક છે નંબર વગરના વાહનોનો ઉપયોગ કરીને પેટ્રોલ પંપ નેજ ટાર્ગેટ કરતો હતો
પરંતુ તિલકવાડા પોલીસ મથકમાં પેટ્રોલ પંપના માલિકે આરોપી સામે ફરિયાદ નોંધાવી ત્યારે આ આરોપી પોલીસની પકડમાં આવી ગયો છે. અને એણે કેટલા લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે તે પોલીસ તેની તપાસમાં બહાર કઢાવશે ત્યારે નંબર વગરનું કાળા કાચ વાળી કારના આ છેતરપંડીના ગુનાને ઉકેલવામાં નર્મદા જિલ્લા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી.ચૌધરી અને તેમની ટીમની મુખ્ય ભૂમિકા રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590