આજે સવારે ગૃહની કાર્યવાહી શરૂ થતાં અધ્યક્ષ જગદીપ ધનખડે વિરોધ પક્ષો દ્વારા આપવામાં આવેલી સ્થગિત નોટિસને ફગાવી દીધી હતી
વિવિધ મુદ્દાઓ અંગે શાસક અને વિપક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. આજે સવારે ગૃહની કાર્યવાહી શરૂ થતાં અધ્યક્ષ જગદીપ ધનખડે વિરોધ પક્ષો દ્વારા આપવામાં આવેલી સ્થગિત નોટિસને ફગાવી દીધી હતી.જેથી વિરોધ પક્ષોએ ગૃહમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.
ગૃહના નેતા જેપી નડ્ડાએ આ અંગે કહ્યું હતું કે , અધ્યક્ષના નિર્ણય પર પ્રશ્ન કે ટીકા કરી શકાય નહીં.આ સાથે તેમણે વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ પત્રકાર પરિષદ યોજીને અધ્યક્ષને પ્રશ્ન કરવાની ટીકા કરતાં કોંગ્રેસ પર અધ્યક્ષના બંધારણીય પદને બદનામ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે આ બધું કોંગ્રેસના નેતાઓ અને અમેરિકન ઉદ્યોગપતિ જ્યોર્જ સોરોસ વચ્ચેના કથિત સંબંધો પરથી ધ્યાન હટાવવા માટે કરવામાં આવી રહ્યું હોવાનો પણ આરોપ લગાવ્યો હતો અને વિપક્ષી સભ્યોની વર્તણૂકને વખોડી કાઢતો પ્રસ્તાવ મૂક્યો હતો.
દરમિયાન, વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ શાસક પક્ષ ગૃહનું ધ્યાન હટાવવાનો પ્રયાસ કરી રહ્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. બંને પક્ષો વચ્ચેના ભારે હોબાળા બાદ ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરાઇ હતી.દરમિયાન લોકસભામાં પણ વિવિધ મુદ્દે ભારે શોરબકોર થતાં ગૃહની કાર્યવાહી 1 વાગ્યા સુધી મુલતવી કરાઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590