નીટ યુજી પ્રશ્નપત્ર ગેરરિતી કેસમાં સર્વોચ્ચ અદાલતના આદેશને પગલે રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા-એનટીએએ સેન્ટર અને શહેર પ્રમાણે પરિણામને ઓનલાઇન પરિણામ જાહેર કરી દીધું છે. પરિણામ અપલોડ કરવા માટે અદાલતે આજે 12 વાગ્યા સુધીની સમયમર્યાદા આપી હતી. આ વિવાદમાં સર્વોચ્ચ અદાલતમાં વધુ સુનાવણી 22 જુલાઇએ હાથ ધરાશે. દરમિયાન રાજેન્દ્ર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ- RIMS રાંચીએ નીટ-યુજી પ્રવેશ પરિક્ષા ગેરરિતી કેસમાં એમબીબીએસની બીજા વર્ષની વિદ્યાર્થિની સુરભી કુમારીને સસ્પેન્ડ કરી છે. મેનેજમેન્ટે નીટ-યુજી પરિક્ષા દરમિયાન સુરભિ કુમારીની તમામ પ્રવૃત્તિની તપાસ કરવા પાંચ સભ્યોની સમિતી રચી છે. ગઈ કાલે સીબીઆઇએ તેની ધરપકડ કરીને વધુ તપાસ માટે ત્રણ દિવસનાં રિમાન્ડ માટે મોકલી આપી હતી. સુરભિ કુમારીએ સ્વીકાર્યું હતું કે, તેણે નીટ યુજી પરિક્ષાનાં પ્રશ્નપત્રો ઉકેલ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590