ઉકાઈ કાકરાપાર યોજના હેઠળના તાપી અને સુરત જીલ્લામાં નહેર આધુનિકરણના કામનું તા.03 જાન્યુઆરીના રોજ ખાનપુર ખાતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. નર્મદા, જળસંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ તેમજ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા સમારોહમાં રાજ્ય કક્ષાના મંત્રીશ્રી વન અને પર્યાવરણ, કલાયમેટ ચેન્જ, જળ સંપતિ અને પાણી પુરવઠા, શ્રી મુકેશભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. નહેરોના નવા કુલ ૪૮ કામો હાથ ધરવામાં આવનારા છે. તાપી અને સુરત આમ બંને જિલ્લા માટે લાભદાયી આ યોજનામાં રૂ.૧૧૨.૬૬ કરોડના માતબર ખર્ચે ૩૫ હજાર હેક્ટર જેટલી જમીન વિસ્તારમાં લાભ મળશે. આ કામોમાં મુખ્યત્વે સોનગઢ, વ્યારા ઉચ્છલ, નિઝર, ડોલવણ તાલુકાઓમાં ચેક ડેમ બનાવવામાં આવશે. આ ઉપરાંત સુરત જીલ્લાના લાગુ પડતા તાલુકાઓમાં પણ આ નહેરનો લાભ મળશે. આ ચેકડેમ બનતા પાણીનું લીકેજ, સીપેજ અટકશે. આ સાથે છેવાડાના વિસ્તાર સુધી ખેડૂતોને સિંચાઈનું પાણી મળશે. આ ઉપરાંત આ નહેરોના બાંધકામથી જળ સંચય, ટ્રાફિકમાં ધટાડો તેમજ અકસ્માતોનું પ્રમાણ ઘટશે. આ ખાતમુહૂર્ત સમારોહમાં માન. મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે પહેલા કેનાલનું પાણી આખું વર્ષ ન મળતું હતું હવે ૧૨ માસ આ પાણી ખેડૂતોને મળે છે. માનનીય વડપ્રધાનશ્રીએ ૧૦ વર્ષના સમય ગાળામાં ૧૫૫૦ કરોડ આ નહેરોના વિકાસ માટે આપવાનું વચન આપેલુ છે. માટે હજુ નવા બજેટમાં અન્ય ચેક ડેમ અને કોઝવેના કામો મંજુર થવાના છે. રેઈન વોટર હાર્વેસ્ટીંગ સંદર્ભે તાપી જિલ્લાની કામગીરી વખાણતા તેમણે કલેકટરશ્રી વિપિન ગર્ગને અભિનંદન આપ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે જળ સંચયના કામ માટે ૬૫૧ કરોડની મંજુરી મળી ગઈ છે. જેનાથી ૧૪.૫ હજાર ગામોને લાભ મળવાનો છે. આ સમારંભમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જાલમસિંહ વસાવા, ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણી અને ધારાસભ્યશ્રી ડો.જયરામભાઈ ગામીત, ચોર્યાસીના ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ, બારડોલીના ધારાસભ્યશ્રી ઈશ્વરભાઈ પરમાર, સુમુલ ડેરીના ચેરમેનશ્રી માનસીંહભાઈ પટેલ, ડીસ્ટ્રીક બેન્કના પ્રમુખશ્રી બળવંતભાઈ પટેલ, શ્રી કેતનભાઈ પટેલ, શ્રી નીલેશભાઈ દેવધરા, શ્રી નીલેશભાઈ તળવી તથા સુરત અને તાપી જીલ્લાના અન્ય મહાનુભાવો જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590