વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયાના સંદેશમાં જણાવ્યું કે, આ મુલાકાત બંને દેશના બહુપક્ષીય સંબંધોને મજબૂત કરશે
પૉર્ટુગલના વિદેશમંત્રી પૉલો રાંગલ 4 દિવસની ભારત પ્રવાસ નિમિત્તે આજે નવી દિલ્હી પહોંચ્યા છે. પેહલી વાર ભારત પ્રવાસ પર આવેલા શ્રી રાંગલનું વિદેશ મંત્રાલય દ્વારા સ્વાગત કરાયું હતું.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયાના સંદેશમાં જણાવ્યું કે, આ મુલાકાત બંને દેશના બહુપક્ષીય સંબંધોને મજબૂત કરશે. બંને દેશના સંબંધોને વર્ષ 2025માં 50 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. અમારા સંવાદદાતાએ જણાવ્યું કે, શ્રી રાંગલ આવતીકાલે વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર સાથે નવી દિલ્હીમાં મુલાકાત કરશે. ઉપરાંત તેઓ શનિવારે વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ગોવા પણ જશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590