એસ.ઓ.જી. ટીમે 7 ઝિલેટીન સ્ટિક્સ અને અન્ય સ્ફોટક સામગ્રી સાથે રૂ. 1,03,700 નો મુદ્દામાલ જપ્ત કર્યો
(મહેશ પાડવી - નિઝર ) : તાપી જિલ્લાના નિઝર તાલુકામાં ગેરકાયદેસર રીતે ખેતરમાં કૂવો ખોદવા માટે બ્લાસ્ટિંગ કરનાર ચાર આરોપીને તાપી એસ.ઓ.જી. ટીમે બાતમીના આધારે ઝડપી પાડયા છે,પ્રાપ્ત માહિતી મુજબ તાપી એસ.ઓ.જી.પો.ઇ.કે.જી.ના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. એન.પી. ગરાસીયા તથા તેમની ટીમે બાતમીના આધારે આ કાર્યવાહીને સફળતાપૂર્વક અંજામ આપ્યો છે.
આ આરોપીઓ વેલદા ગામના ભાવિનભાઈ પુજાલાલભાઈ પટેલના ખેતરમાં ગેરકાયદેસર રીતે કૂવો ખોદવા માટે ભાવિનભાઈ પુજાલાલભાઈ પટેલ (વેલદા,) રામચંદ્ર નંદાજી ભીલ (ભીલવાડા, રાજસ્થાન) જમનાલાલ સોહનલાલ જાટ (ભીલવાડા, રાજસ્થાન) ધનરામ લાદુ કીર (ભીલવાડા, રાજસ્થાન) હાલ રાહ. નિઝર સ્ફોટક પદાર્થોનો ઉપયોગ કરી રહ્યા હતા. જેની તાપી એસ.ઓ.જી. પેટ્રોલીંગ દરમિયાન મળેલ ચોક્કસ માહિતીના આધારે પોલીસે સ્થળ પર તપાસ કરતા ચારેય આરોપીઓ આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરાયા રંગે હાથે ઝડપાઇ ગયા હતા
પોલીસે આરોપીઓ પાસેથી 7 ઝિલેટીન સ્ટીક,70 મીટર લાલ વાયર, 60 મીટર કાળો વાયર,ઇલેક્ટ્રિક બેટરી બોક્સ,ટ્રેક્ટર તથા કમપ્રેશર મશીન અને લાવા મોબાઇલ કબજે કરી કુલ રૂ. 1,03,700 નો મુદ્દામાલ જપ્ત કરી આ તમામ વિરુદ્ધ IPC કલમ 288, 54 તથા સ્ફોટક પદાર્થ અધિનિયમ 1908 અને 1884 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સમયસરની આ કાર્યવાહી દ્વારા એસ.ઓ.જી.ટીમે એક ગંભીર ગેરકાયદેસર પ્રવૃત્તિને અટકાવીને લોકોના જીવ અને મિલકત ને સુરક્ષિત રાખવામાં મોટો ફાળો આપ્યો છે.હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590