Latest News

ગાંધીનગર કોસ્ટગાર્ડનું હેલીકોપ્ટર તાપી જિલ્લાની મદદે આવ્યું ,બે લોકોનું રેસ્ક્યુ કરાયુ

Proud Tapi 02 Sep, 2024 01:19 PM ગુજરાત

વાલોડની વાલ્મિકિ નદીના બેટ ઉપર ભેંસ ચરાવવા ગયેલા બે ગોવાળોને ગાંધીનગર કોસ્ટગાર્ડના હેલીકોપ્ટર દ્વારા સહીસલામત રેસ્ક્યુ કરાયુ 

 તાપી જિલ્લામાં સવારથી પડી રહેલા ભારે વરસાદની પરિસ્થિતીમાં વાલોડ તાલુકાના દોડકીયા ફળિયા તરફ જતા વલ્મિકિ નદીના બેટ ઉપર ભેંસ ચરાવવા ગયેલા કુલ ૫  ગોવાળો નદીના ભારે પ્રવાહમાં ફસાયેલા નજરે પડ્યા હતા.૦૩ ગોવાળોને શરુઆતમાં બચાવ ટીમ દ્વારા રેસ્ક્યું કરવામાં આવ્યા હતા. જ્યારે અચાનક નદીમાં ઘોડાપુર પાણી આવવાના કારણે ભેંસ ચરાવતા ૨ ગોવાળો (૧) અરવિંદ ભાઇ હળપતિ (૨)રાજુભાઇ નઇકા નદીના પાણીથી ઘેરાય જતા મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી,NDRF,SDRFની  ટીમ નદીના ધસમસતા પ્રવાહમાં બચાવ કામગીરીથી લાચાર બન્યા હતા.આ સામયે જિલ્લા ડિઝાસ્ટ કંટ્રોલ રૂમ વ્યારાને જાણ થતા જ તાત્કાલિક ધોરણે જિલ્લા કલેકટર શ્રી ડો.વિપિન ગર્ગના માર્ગદર્શન હેઠળ સ્ટેટ ડિઝાસ્ટ કન્ટ્રોલ રૂમ ગાંધીનગરને જાણ કરી સમગ્ર પરિસ્થિતીથી વાકેફ કરતા કોસ્ટ ગાર્ડનું હેલિકોપ્ટર તાત્કાલિક બચાવ કામગીરી માટે વાલોડ તાલુકાના દોડકીયા ફળિયામાં આવી પહોચ્યું હતું.જ્યાં તેમના દ્વારા  નદીના પાણી વચ્ચે ફસાયેલા બે ગોવાળોને સહીસલામત રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.તમામ પરિસ્થિતિથી ભયબીત બનેલા બન્ને ગોવાળોએ ડિઝાસ્ટ ટીમ તાપી સહિત કોસ્ટ ગાર્ડના જવાનોનો આભાર વ્યકત કર્યો હતો. 

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post