ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ એ તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના નેશનલ હાઈવે નંબર ૫૩ પરથી કારમાં લઈ જવાતા દારૂના જથ્થાને ઝડપી પાડ્યો હતો. જોકે કાર ચાલક અને ક્લીનર નાસી છૂટ્યો હતો. જે બાદ પોલીસે દારૂનો જથ્થો ભરી આપનાર અને મંગાવનારને એમ કુલ ૪ ને વોન્ટેડ જાહેર કર્યા હતા. તેમજ કુલ કિંમત રૂપિયા ૩,૬૨,૭૩૦/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.
ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમ ને ખાનગી રાહે બાતમી મળી હતી કે,તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકા માંથી પસાર થતા નેશનલ હાઇવે નં.૫૩ ઉપરથી નવાપુ૨ (મહારાષ્ટ્ર) તરફથી ગાંધીનગર બ્રીજ થઈ એક મારુતિ કંપનીની ગ્રે કલરની નંબર પ્લેટ વગરની સ્વીફ્ટ ડિઝાયરમા કાર માં ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી સુરત તરફ ના રોડ તરફ પસાર થનાર છે. જે બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલના માણસોએ નેશનલ હાઇવે નં.૫૩ ઉપર નવાપુ૨ મહારાષ્ટ્ર તરફથી ગાંધીનગર બ્રીજ પર વોચ ગોઠવી હતી. જે બાદ નંબર પ્લેટ વગરની સ્વીફ્ટ કાર આવતા પોલીસે તેને રોકવા પ્રયત્ન કર્યો હતો. પોલીસને જોઈને કારચાલક અને ક્લીનર ગાડી છોડી નાસી છૂટ્યા હતા. જે બાદ પોલીસે કારની તપાસ કરતા ભારતીય બનાવટ નો અલગ અલગ બ્રાન્ડ નો ઇંગલિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે દારૂની કુલ બોટલ નંગ ૪૩૨/- જેની કિંમત રૂપિયા ૬૨,૭૩૦/- તથા સ્વીફ્ટ કાર જેની કિંમત રૂપિયા ૩ લાખ એમ મળી કુલ કિંમત રૂપિયા ૩,૬૨,૭૩૦/- નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો. તેમજ નાસી છૂટેલા કાર ચાલક અને ક્લીનર તથા દારૂનો જથ્થો મંગાવનાર અને દારૂનો જથ્થો ભરી આપનાર એમ કુલ ૪ ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.ઉચ્છલ પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590