રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ‘સ્વચ્છતા હી સેવા’અભિયાનના હેઠળ સ્વચ્છ ગુજરાત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.જેના ભાગરૂપે તાપી જિલ્લામાં વિવિધ વિભાગના સંકલન થકી સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.જેમાં તાજેતરમાં સોનગઢ તાલુકાના ચીમકુવા ગામે પ્રાથમિક શાળામાં બાળકો અને શિક્ષકો દ્વારા સામુહિક સાફસફાઇ કરવામાં આવી હતી.સાથે સાથે બાળકોને સારી સીખ મળે તે માટે જીવનભર પોતાની આસપાસ સ્વચ્છતા જળવવા સ્વચ્છતા શપથ પણ લેવામાં આવી હતી.
આ ઉપરાંત શાળા કક્ષાએ વિવિધ પ્રવૃતિઓ દ્વારા બાળકોને સ્વચ્છતા જળવવા અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે.તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા હીસેવા’અભિયાનને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. જેના થકી તાપી જિલ્લો સ્વચ્છતા જાળવવાની બાબતમાં આગળ વધી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590