ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસ સ્ટાફના માણસોએ સોનગઢ નેશનલ હાઈવે પરથી બે કારમાં લઈ જવાતા દારૂના જથ્થા સાથે બે ને ઝડપી પાડ્યા હતા.તેમજ દારૂના જથ્થા સહિત 18.79 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.અને 4 ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે,રાકેશ ઉર્ફે પકો સુમન ગામીત ( રહે.ખુશાલપુરા) પોતાના મળતીયાઓ સાથે નવાપુરથી વિદેશી દારૂનો જથ્થો ભરી લાવી માંડવી ખાતે લાવી કાટીંગ કરે છે. અને આજરોજ તે બે અલગ અલગ ફોરવ્હીલ ગાડીઓ હોન્ડા જેઝ કાર સફેદ કલરની નં.GJ-05-JM-3423 તથા હ્યુન્ડાઈ ક્રિએટા સફેદ કલરની નં. GJ-05-RA-7183 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી સોનગઢ સુરત હાઈવે ઉપર આવેલ સોનગઢ ઓવર બ્રીજ થઇ માંડવી ખાતે જનાર છે.જેના આધારે પોલીસે સોનગઢ ઓવર બ્રીજ પર વોચ ગોઠવી હતી.ત્યારે હોન્ડા જેઝ કાર સફેદ કલરની નં.GJ-05-JM-3423 તથા હ્યુન્ડાઈ ક્રિએટા સફેદ કલરની નં. GJ-05-RA-7183 આવતા પોલીસે પોતાના ખાનગી વાહનોથી આડાશ કરી બંને કાર ને રોકી હતી.અન તપાસ કરી હતી.ત્યારે કારમાંથી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.જે બાદ પોલીસે કારમાં સવાર રાકેશ ઉર્ફે પકો સુમન ગામીત (રહે. ખુશાલપુરા તા.વ્યારા જી.તાપી ) અને પ્રમોદ ધર્મ આહિરે (રહે. સિંગી ફળિયું ,વ્યારા તા,વ્યારા જી. તાપી) ની અટકાયત કરી હતી.જોકે એક ઈસમ પોલીસને જોઇને ત્યાંથી નાસી છૂટયો હતો.તેમજ કુલ દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા 22,400/- તથા મોબાઇલ નંગ -04 જેની કિમત રૂપિયા 35,500/- તથા હ્યુન્ડાઈ કાર જેની કિંમત રૂપિયા 10 લાખ તથા હોન્ડા જેઝ કાર જેની કિંમત 6 લાખ તથા અંગ ઝડતીના રોકડા કુલ રુપિયા 14,500/- એમ મળી 18.79 લાખનો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો.અને દારૂનો જથ્થો આપનાર ભાવિન કોંકણી (રહે. નવાપુર જી.નંદુરબાર મહારાષ્ટ્ર) તથા હ્યુન્ડાઈ ક્રિએટા કાર નો ચાલક હિતેશ વસાવા (રહે. પાંખરી તા.ઉચ્છલ જી.તાપી) તથા દારૂનો જથ્થો મંગાવનાર સતીશ ચૌધરી (રહે.રતાનીયા તા.માંડવી જી.સુરત) અને અશ્વિન ચૌધરી (રહે. જમણકુવા તા.માંડવી જી.સુરત ) એમ મળી કુલ 4 ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.સોનગઢ પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590