ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસ સ્ટાફના માણસોએ સોનગઢ તાલુકાના દોણ ગામ ખાતેથી ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ કરનાર બુટલેગરને ઝડપી પાડયો હતો.તેમજ અંદાજે ૭.૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.અને એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલના માણસોને ખાનગી રહે બાતમી મળી હતી કે,સોનગઢના દોણ ગામ ખાતે રહેતા ભીમસીંગ ઉર્ફે ગીમ્બિયા સરદીયા ગામીત પોતાના સાગરીતો સાથે મળી વિદેશી દારૂનો જથ્થો લાવી સંગ્રહ કરી વેચાણ કરે છે. જે બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ સ્ટાફના માણસોએ ભીમસિંગ ગામીત ના ઘરે રેડ કરી હતી.ત્યારે ભીમસિંગ ગામીતના કબજાની સ્વીફટ કાર રજી. નંબર GJ-16-AJ-3623 તથા ફોર વ્હીલર કાર સ્કોર્પિયો રજી. નંબર MH -20-BC-0203 ની તપાસ કરતાં બે ફોર વ્હીલર માંથી અલગ અલગ બ્રાન્ડ નો ભારતીય બનાવટ ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જે બાદ પોલીસે ભીમસીંગ ઉર્ફે ગીમ્બિયા સરદીયા ગામીતની અટકાયત કરી હતી.તેમજ સ્થળ પરથી કુલ દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા ૬૦,૪૯૦/- તથા મોબાઇલ નંગ-૧ જેની કિંમત રૂપિયા ૫,૦૦૦/- તથા ફોર વ્હીલ ગાડી નંગ-ર જેની કિંમત રૂપિયા ૬.૫૦ લાખ તથા રોકડા રૂ.૨૪, ૫૫૦/- એમ મળી કુલ કિંમત રૂપિયા ૭,૪૦,૦૪૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.અને દારૂનો જથ્થો મોકલનાર સંદિપ નરેશ ગામીત (રહે.નવાપુર મહારાષ્ટ્ર) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.સોનગઢ પોલીસે આ અંગે ગુન્હો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590