Latest News

તાપી જિલ્લા પંચાયતની સામાન્ય સભા જિલ્લા પંચાયત પ્રમુખ સુરજ વસાવાના અધ્યક્ષસ્થાને યોજાઇ

Proud Tapi 31 Mar, 2023 09:19 AM ગુજરાત

તાપી જિલ્લાનું ૧૫મું અને જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે ત્રીજું કુલ  રૂપિયા ૧૦૧૦ કરોડનું અંદાજપત્ર અને સ્વ ભંડોળનું રૂપિયા ૫ કરોડનું અંદાજપત્ર રજુ કરતા આનંદની લાગણી અનુભવતા જિલ્લા પંચાયત પ્રમુખ સુરજ વસાવા

તાપી જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠક જિલ્લા પંચાયત પ્રમુખ સુરજ વસાવાના અધ્યક્ષ સ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારી     ડી.ડી.કાપડિયા ની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયતના સભાખંડમાં યોજાઇ હતી.અધ્યક્ષસ્થાનેથી પ્રમુખ સુરજ વસાવા એ જણાવ્યું હતું કે,  અંદાજપત્રમાં શરૂઆતમાં પાયાના પ્રશ્નોની યોજનાઓ સમાવેશ કરવામાં આવ્યો છે.આપણે વિકાસના પુરેપુરા કામો કરી શકીએ એ માટે કુલ રૂપિયા ૧૦૧૦ કરોડ ૧૭ લાખ ૭૪ હજાર ૯૬ નું આયોજન આપની સમક્ષ રજુ કરેલ છે.

તાપી જિલ્લાનું ૧૫મું અને જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે ત્રીજું અંદાજપત્ર રજુ કરતાં આનંદની લાગણી વ્યક્ત કરું છું.આગામી વર્ષમાં મુખ્યત્વે સામન્ય વહિવટ, મહેકમ અને સાદિલવાર ખર્ચના રૂપિયા ૮૨ લાખ ૦૭ હજાર ૯૦૦નો ખર્ચ થશે. વિકાસ,પંચાયત અને આંકડા ક્ષેત્રે ૯૩ લાખ ૦૪ હજાર રૂપિયા,આયુર્વેદ અને આરોગ્ય ક્ષેત્રે રૂપિયા ૧૮ લાખ ૭૦ હજાર, ખેતીવાડી, પશુપાલન અને સિંચાઇ ક્ષેત્રમાં ૬૪ લાખ ૫૧ હજાર, સમાજ કલ્યાણ અને કુદરતી આફતોમાં રૂપિયા ૧ લાખ ૬૫ હજાર,તેમજ જાહેર બાંધકામ અને પ્રકિર્ણ કામો માટે ૧ કરોડ ૯૩ લાખ ૩૦ હજાર તથા શિક્ષણ અને સહકાર ક્ષેત્રે ૮૯ લાખ ૯૭ હજાર મળી કુલ રૂપિયા ૫ કરોડ ૩૩ લાખ ૩૭ હજાર ૯૦૦નું સ્વ ભંડોરનું અંદાજપત્ર રજુ કરેલ છે.
 
આ ઉપરાંત પ્રમખે  સરકારની પશુપાલન ક્ષેત્રમાં આપવામાં આવતા દુધાળા ઢોર માટે અપંગ/વિધવા બહેનો નો લોકફાળા અંગેની સહાય માટે રૂ.૫ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.જિલ્લા પંચાયત છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓ માટે નિભાવ ગ્રાંટમાં વિદ્યાર્થી દીઠ રૂ.૧૦૦૦ આપવામાં આવતી હતી જેમાં રૂ.૨૫૦/- નો વધારો કરી કુલ રૂ.૧૨૫૦/- કરી સવલત વધારવા માટે વર્ષ ૨૦૨૩-૨૪ માં અંદાજિત ૪૫ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે. મહિલા સંમેલન તથા બાળમેળા આયોજન તથા આંગણવાડી કેન્દ્રોના બાળકોને પોષણક્ષમ આહાર પુરો પાડવા પોષક વાલી યોજના અંતર્ગત ૧૦ લાખની જોગાવાઇ કરવામાં આવી છે એમ ઉમેર્યું હતું.

બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દ્વારા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર બાહેંધરી યોજઅન અંતર્ગત વર્ષ ૨૦૨૩-૨૪ માટે તાપી જિલ્લાના સાત તાલુકાઓ તથા લાઇન ડિપાર્ટમેન્ટના કામોનું આયોજન રજુ કરતા જણાવ્યું હતું કે, જિલ્લાનું લેબર બજેટ કુલ-૯૬૧૮.૯૬ લાખ છે જેના દ્વારા ૨૫.૧૨ લાખ માનવદિન ઉત્પન્ન થશે. ૬૪૮૨ કામો અને ૬૯ લેબર અને ૩૧ મતીરીયલ રેશિયો છે એમ સૌને અવગત કર્યા હતા.


આ પ્રસંગે પ્રોગ્રામ ઓફિસર તન્વી પટેલ દ્વારા શ્રી અન્ન (મિલેટ) પોષણનું પેકેજ અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. તેને અનુલક્ષીને સૌ પદાધિકારીશ્રી-અધિકારીઓ  દ્વારા નવીન પહેલના ભાગરૂપે તાપી જિલ્લામાં આગામી સમયમાં થનાર કાર્યક્રમોમાં મિલેટ વાનગીઓ અને પોષણ કિટનો જ ઉપયોગ થાય અને આ અંગે લોકજાગૃતિ માટે સૌ કોઈ દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવશે એમ સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું.


આ ઉપરાંત બેઠકમાં આરોગ્ય વિભાગના ડો.કે.ટી.ચૌધરી દ્વારા આરોગ્ય વિભાગની વિવિધ યોજનાઓ અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય મોહન કોંકણી,ઉપપ્રમુખ અર્જુન ચૌધરી, ખેતીવાડી અધિકારી ચેતન ગરાસિયા સહિત વિવિધ પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં વર્ષ 2022-23 ના વર્ષનું  સુધારેલ અને વર્ષ-2023-24નું મુળ રૂપિયા ૧૦૧,૦૧,૭૭,૪૯૬/- નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. બેઠકમાં જિલ્લા પંચાયત તાપી-વ્યારા ની વિવિધ સમિતિઓ જેમાં કારોબારી સમિતિ, જાહેર બાંધકામ સમિતિ, હળપતિ અને ભૂમિહિન ખેત મજુરોના આવાસ બાંધકામ સમિતિ, ખેત ઉત્પાદન સહકાર અને સિંચાઇ સમિતિઓની મળેલી સભાઓની કાર્યવાહીને બહાલી આપવા, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના નું સને 2023-24 જિલ્લો તાપીનું કુલ- ૯૬૧૮.૯૬ લાખનું લેબર બજેટ તથા જિલ્લા પંચાયત તાપીના રેતી કંકરની ગ્રાન્ટ માંથી વિકાસ પ્રવૃતિના કામો બાબતે રચનાત્મક સુચનો કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post