ગુજરાત સરકારે ST નિગમના કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય કર્યો છે.ST નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
ગુજરાત સરકારે ST નિગમના કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય કર્યો છે.ST નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.હવે મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારા સાથે 50 ટકા મોંઘવારી ભથ્થું ચૂકવાશ.આ મોંઘવારી ભથ્થામાં એરિયર્સની ચૂકવણી કરવાનો મહત્વનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.એસ ટી નિગમના કર્મચારીઓને હાલ ચૂકવતા મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો કરી હવેથી 50% મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે.
ટૂંક સમયમાં વિગતવાર આદેશો જારી કરવામાં આવશે
મંત્રી હર્ષ સંઘવીએ X પર પોસ્ટ કરી માહિતી આપી હતી કે,મોંઘવારી ભથ્થાના એરિયર્સની પણ ચૂકવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ નિર્ણય થકી કુલ રૂ.125 કરોડથી વધુનો લાભ એસ.ટી નિગમના કર્મચારીઓને મળશે.આગામી ટૂંક સમયમાં વિગતવાર આદેશો જારી કરવામાં આવશે.
મોંઘવારી ભથ્થાના એરિયર્સની પણ ચુકવણી કરવાનો નિર્ણય
મંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું છે કે,રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેંદ્રભાઈ પટેલ દ્વારા એસ.ટી.નિગમના કર્મચારીઓને હાલ ચૂકવતા મોંઘવારી ભથ્થામાં ૪% નો વધારો કરી હવેથી ૫૦% મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવાનો હકારાત્મક નિર્ણય લેવામાં આવેલ છે.આ વધારાની સાથે મોંઘવારી ભથ્થાના એરિયર્સની પણ ચુકવણી કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે.સંવેદનશીલ નિર્ણય થકી કુલ રૂ.૧૨૫ કરોડથી વધુનો લાભ એસ.ટી. નિગમના કર્મચારીઓને મળવા પામશે. ટૂંક સમયમાં આ માટેની વિગતવાર માહિતી જાહેર કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590