Latest News

આહવા, વઘઇ, અને સુબીર ખાતે જિલ્લાના 500 ખેડૂતોને મગફળીની કીટનું વિતરણ કરાયું

Proud Tapi 28 May, 2023 04:44 PM ગુજરાત

ડાંગ જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખા દ્વારા આયોજિત નેશનલ ફુડ સિક્યુરીટી મીશન  ઓઇલ સીડ યોજના હેઠળ મગફળી મીની કીટ વિતરણ, તેમજ આંતરરાષ્ટ્રીય મિલેટ ઈયરની ઉજવણી, ઉપરાંત ક્લાઇમેટ રેસિલેન્સલ અંતર્ગત જિલ્લાના આહવા, વઘઇ, અને સુબીર ખાતે સ્માર્ટ એગ્રીકલ્ચર વર્કશોપ ના શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજાયા હતા.

ડાંગના ધારાસભ્ય તેમજ વિધાનસભા નાયબ દંડક  વિજયભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમો દરમિયાન જિલ્લાના 500 ખેડુતોને મગફળીની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ખેડુતોને પ્રાકૃતિક ખેતી તેમજ ક્લાઇમેન્ટ ચેન્જ વિશે માર્ગદર્શન પણ આપવામા આવ્યુ હતુ. જેનો લાભ ડાંગ જિલ્લાના ખેડૂતોને થશે તેમ  વિજયભાઇ પટેલે જણાવ્યુ હતુ. ઉપરાંત ડાંગ જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી નો વ્યાપ વધારવા માટે પણ પટેલે આ વેળા આહવાન કર્યુ હતુ. દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી આર.એમ.ડામોરે જણાવ્યુ હતુ કે, રાજ્યમાં ડાંગને પ્રાકૃતિક જિલ્લો જાહેર કર્યો છે ત્યારે, ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહિત કરવામાં આવે તે આવશ્યક છે. ડાંગ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે.

આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર સંજય ભગરીયાએ જણાવ્યુ હતુ કે, ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો પ્રાકૃતિક ખેતી ની તાલીમ માં જોડાય, અને પ્રાકૃતિક ખેતી પધ્ધતિ વિશે જાણે તે ખૂબ જરૂરી છે. સાથે જ મિલેટ વર્ષની ઉજવણીના ભાગરૂપે ખેડુતો મિલેટ પાકોની ખેતી કરે, અને પોષણયુક્ત આહાર મેળવે તે પણ જરૂરી છે. તેમ તેમણે કહ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ખેતીવાડી અધિકારી હર્ષદભાઈ પટેલ, ખેતીવાડી વિભાગના વૈજ્ઞાનિકો, તેમજ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

 

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post