તાપી જિલ્લામાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે જિલ્લા ભરમાં મહા આરતી, ભજન તથા મહાપ્રસાદીનું આયોજન થયું હતું. નિઝર,કુકરમુંડા ,ઉચ્છલ સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું.હનુમાન જન્મોત્સવ ના પૂર્વ સંઘ્યે સોનગઢ ખાતે ભગવાન રામ અને હનુમાનજીની પ્રતિમા સાથે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી. સોનગઢના ગુણસદા ગામ ખાતે આવેલા પ્રસિદ્ધ રોકડીયા હનુમાન મંદિરે પગપાળા દર્શન અર્થે વિવિધ વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું હતું.દર્શને જતા પહેલા નજીકના હનુમાન મંદિરોમાં રામધૂન, તથા હનુમાન ચાલીસાના પાઠ કરી નીકળ્યા હતા.પગપાળા દર્શને જતા શ્રદ્ધાળુઓ માટે વ્યારા, સહિત સોનગઢ સુધીના રસ્તે રામ ભક્તો દ્વારા ચા, નાસ્તો, ફરાળની વ્યવસ્થા કરવામાં આવી હતી. આજે સમગ્ર જિલ્લાના અનેક સ્થળે હનુમાનજીના મંદિરોમાં સંતવાણી ડાયરા સાથે સવાર સાંજ જાહેર ભંડારાનું આયોજન થયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590