Latest News

આગામી સપ્તાહ આ રાજ્યોમાં વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગે આપી ચેતવણી

Proud Tapi 31 Aug, 2024 05:59 AM ગુજરાત

ભારતીય હવામાન વિભાગ (IMD)ની આગાહી અનુસાર, આ સપ્તાહ દરમિયાન પશ્ચિમ અને મધ્ય ભારતમાં હળવા કે મધ્યમ વરસાદની શક્યતા છે.

બંગાળની ખાડી પર બનેલા લો પ્રેશર વિસ્તારને કારણે આગામી 2-3 દિવસ દરમિયાન હવામાન વિભાગે (Meteorological Department) ઓડિશા, તટીય આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, વિદર્ભ અને તેલંગાણામાં ભારે વરસાદની (heavy rain) આગાહી (forecast) કરી છે. ગુજરાતમાં હવે ભારે વરસાદથી રાહત મળી છે. ગુજરાતમાં ડીપ ડિપ્રેશન "ચક્રવાતી તોફાન આસ્ના"માં પરિવર્તિત થયું છે. જો કે, 'આસના' વિસ્તાર પર કોઈ મોટી અસર કર્યા વિના અરબી સમુદ્રમાં ઓમાન તરફ આગળ વધ્યું છે. જેથી દેશ પરથી તોફાનનો ખતરો ટળ્યો છે.

ભારતીય હવામાન વિભાગ (IMD)ની આગાહી અનુસાર, આ સપ્તાહ દરમિયાન પશ્ચિમ અને મધ્ય ભારતમાં હળવા કે મધ્યમ વરસાદની શક્યતા છે. 1 અને 2 સપ્ટેમ્બરે વિદર્ભ, 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે છત્તીસગઢ, 2 સપ્ટેમ્બરે પૂર્વ મધ્ય પ્રદેશ, 2 થી 4 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાત પ્રદેશ, 3 સપ્ટેમ્બરે પશ્ચિમ મધ્ય પ્રદેશ અને 3 થી 5 સપ્ટેમ્બરે મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે.

મધ્ય ભારત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે
હવામાન વિભાગે કહ્યું છે કે, આગામી સાત દિવસ દરમિયાન મધ્ય ભારત અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. કોંકણ અને ગોવા અને ગુજરાતમાં 1 થી 5 સપ્ટેમ્બર દરમિયાન, મહારાષ્ટ્રના મરાઠવાડામાં 1 થી 3 સપ્ટેમ્બર દરમિયાન અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં 2 થી 4 સપ્ટેમ્બર દરમિયાન વરસાદ પડી શકે છે.

વિભાગ અનુસાર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને ઓડિશામાં મધ્યમ વરસાદની સંભાવના છે. આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર અને ઝારખંડમાં સપ્તાહ દરમિયાન છૂટોછવાયો વરસાદ પડી શકે છે. 31 ઓગસ્ટે ઓડિશામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.         

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post