ટેકનિકલ ખામીના કારણે ખાનગી કંપનીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. હેલિકોપ્ટરમાં સવાર ચાર લોકો ઘાયલ થયા છે. પાયલોટની હાલત નાજુક છે.
મહારાષ્ટ્રના પુણેથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. ખાનગી કંપનીનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ દુર્ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર ચાર લોકો ઘાયલ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ હેલિકોપ્ટર મુંબઈથી હૈદરાબાદ જઈ રહ્યું હતું. દરમિયાન અચાનક ટેકનિકલ ખામી સર્જાતા તેનું સંતુલન ખોરવાઈ ગયું અને તે પૂણેના પૌડ ગામમાં સીધું જમીન પર પડી ગયું. આ અકસ્માતમાં પાયલોટની હાલત અત્યંત ગંભીર છે.
પુણેના પોલીસ અધિક્ષક પંકજ દેશમુખે હેલિકોપ્ટર દુર્ઘટનાની પુષ્ટિ કરી છે. ઘાયલ લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મશીનમાં ટેક્નિકલ ખામી હતી પરંતુ હવામાન પણ તેનું એક કારણ માનવામાં આવે છે. આ સમયે પુણેનું હવામાન ખૂબ જ ખરાબ છે. આના કારણે ક્રેશ થવાની પણ સંભાવના છે. હાલ પોલીસ રેસ્ક્યુ ટીમ સ્થળ પર હાજર છે અને સમગ્ર વિસ્તારમાં કાટમાળ ફેલાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590