આજે મૌની અમાસ હોવાથી આજના અમૃત સ્નાનનું વિશેષ મહત્વ છે.તેથી કરોડોની સંખ્યામાં સંગમ ઘાટ તરફ ભીડ ઉમટી હતી, આ દરમિયાન કેટલીક મહિલાઓ ભીડમાં શ્વાસ રૂંધાવાથી બેભાન થઇ ગઇ હતી જેના લઇને લોકો બેરેકેટ તોડીને આગળ વધ્યાં,આ ભીડ ઘાટ પર બેઠેલા લોકો પર ધસી આવી હતી જેના કારણે મોટી દુર્ઘટના સર્જાઇ હતી, જેમાં 10થી વધુ લોકાના મૃત્યુની આશંકા છે તો કેટલાક લોકો ઘાયલ થયા છે. ઘાયલોને તાબડતોબ સારવાર મળી રહે માટે હોસ્પિટલ લઇ જવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી,
ઉલ્લેખનિય છે કે,મહાકુંભના મેળામાં દેશ વિદેશી શ્રદ્ધાળુ આવી રહ્યાં છે.દરેક રાજ્યમાંથી ભાવિકો અહીં પહોંચી રહ્યાં છે.મોટી સંખ્યામાં ગુજરાતીઓ પણ મહાકુંભનો લાભ લેવા પહોંચ્યાં છે.આવી સ્થિતિમાં રાહતના સમાચાર એ છે કે, તમામ ગુજરાતીઓ સહી સલામત છે.ગુજરાતી યાત્રિઓ ઈજાગ્રસ્ત હોવાના કોઈ અહેવાલ મળ્યાં નથી. સંવાદાતાના અહેવાલ મુજબ તમામ ગુજરાતીઓ ગુજરાતી પેવેલિયનમાં તમામ ગુજરાતીઓ સલામત છે.
હાલ મહાકુંભમાં સ્થિતિ નિયંત્રણ હેઠળ છે. મેનેજમેન્ટ ભીડ ઓછી કરવાનો પ્રયાસ કરી રહી છે. આ માટે ખાસ NDRFના જવાનોને તૈનાત કરવામાં આવ્યાં છે. નોંધનિય છે કે, આ જે મૌની અમાસ હોવાથી સ્નાનનું વિશેષ મહત્વ છે. આજે અમૃત સ્નાનું અનેકગણું મહત્વ છે.જેથી અખાડા ભીડ ઓછી થવાની રાહ જોઇ રહ્યાં છે. મહાનિર્વાણી અને અટલ અખાડા પહેલા અમૃત સ્નાન કરશે.10 વાગ્યા પછી અમૃત સ્નાનની તૈયારી શરૂ થશે. નોંધનિય છે કે, રાત્રે બનેલી દુર્ઘટનાના કારણે અખાડાએ મૌની અમાસનું સ્નાન રદ્દ કર્યું હતુ જોકે આજના સ્નાનનું વિશેષ મહત્વ હોવાથી 10 વાગ્યા બાદ ભીડ ઓછી થતાં અમૃત સ્નાન કરવાનું નિર્ણય લેવાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590