અમદાવાદમાં ટુ વ્હીલર પર અવર-જવર કરતા પોલીસ અધિકારીઓ- કર્મચારીઓએ ફરજિયાત પણે હેલ્મેટ પહેરવા ગુજરાત હાઇકોર્ટે આદેશ આપ્યો છે.
અમદાવાદ શહેર પોલીસ વિભાગમાં ફરજ બજાવતાં તમામ પોલીસ અધિકારી અને કર્મચારીઓ યુનિફોર્મમાં કે સિવિલ ડ્રેસમાં હોય અને પોતાના ફરજના સ્થળે તેમજ અન્ય સ્થળે અવર જવર કરવા માટે ટુ વ્હીલર પર જતા હોય ત્યારે ફરજીયાત પણે હેલ્મેટ પહેરવાનું રહેશે.
પોલીસ કમિશનર કચેરી ખાતે ફરજ બજાવતાં પોલીસ અધિકારી, કર્મચારી, સિવિલિયન સ્ટાફ કચેરી ખાતે ટુ વ્હિલર ચલાવીને આવતાં સમયે ફરજીયાતપણે હેલ્મેટ પહેરે તે અંગેને ચકાસણી કચેરીના તમામ એન્ટ્રૉ,એકઝીટ પોઈન્ટ પર યોગ્ય સંખ્યામાં પોલીસ કર્મચારીઓની નોકરીની ફાળવણી કરી હેલ્મેટ પહેરે છે કે કેમ તેની ચકાસણી કરાવવાની રહેશે. ચકાસણી દરમ્યાન જે કર્મચારીઓ હેલ્મેટ પહેર્યા વગર ફરજ પર આવે તેઓને ઓફિસમાં પ્રવેશ આપવાનો રહેશે નહીં. તમામ પોલીસ સ્ટેશન અને કચેરીઓ ખાતે પણ આ જ રીતે અમલ કરવાની સૂચના આપવામાં આવી છે.
પોલીસ કમિશનરે આ મામલે પરિપત્ર કરી તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ ફરજિયાત હેલ્મેટ પહેરવા અંગેની સૂચનાનું પાલન કરવા જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590