Latest News

ગુજરાતમાં અહી પ્રસાદમાં મળેલા ધાન્યને અનાજના કોઠારમાં રાખવાથી બારેમાસ અનાજ ખૂટતું નથી....

Proud Tapi 09 Mar, 2024 04:58 AM ગુજરાત

મહેશ પાડવી (પ્રતિનિધિ ) : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે આદિવાસીઓની કુળદેવી પાંડોરી માતા (યાહમોગી)ના મંદિરે મહાશિવરાત્રિનો ભવ્યમેળો ભરાય છે. 8મીથી 12મી માર્ચ સુધી આ મેળો ભરાવાનો છે.એકમાત્ર નેપાળી શૈલીના આ પ્રાચિન મંદિરે આદિવાસી સંસ્કૃતિના અનોખા દર્શન કરાવતા આ મંદિરે માહાશિવરાત્રિથી પાંચ દિવસ સુધી મેળો ભરાય છે.

દેવેમોગરા માતાજી મેળો એ મહારાષ્ટ્ર  અને ગુજરાતના વિધ્યા પહાડીઓના સાતપુડા આદિવાસીઓનો પ્રખ્યાત વાર્ષિક ઉત્સવ છે. આમાં તેમની કુળદેવી  પૂજાનો સમાવેશ થાય છે. આદિવાસી સમુદાયનીંકુળદેવી પાંડોરી માતાજીનું મંદિર નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવ મોગરામાં આવેલું છે અને તેની સ્થાપના આશરે 1500 વર્ષ પહેલાં હિરોજી ચૌહાણે કરી હોવાનું કહેવાય છે. સાગબારા ચૌહાણ રાજા દેવમોગરાની રાજધાની હતી અને સમગ્ર આદિવાસી સમુદાય માટે અપાર શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રતીક છે. દેવ મોગરા માતાજીના સ્થાનિક ભક્તો ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ એમ ચારેય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં આવે છે. દેશભરમાંથી અન્ય આદિવાસીઓ પણ દર વર્ષે મહાશિવરાત્રીની આસપાસ દેવતાની પૂજા કરવામા આવે છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમના વાર્ષિક મેળાનું આયોજન કરવામાં આવે છે અને ચારથી પાંચ લાખ ભક્તો પ્રાર્થના કરવા અને આશીર્વાદ લેવા આવે છે. 

ગુજરાતમાં અહી પ્રસાદમાં મળેલા ધાન્યને અનાજના કોઠારમાં રાખવાથી બારેમાસ અનાજ  ખૂટતું નથી એવી માન્યતા જોવા મળે છે.દેવમોગરા ખાતેનું પાંડોરી માતાનું મંદિર આદિવાસીઓમાં અનોખી આસ્થા ધરાવે છે. 

નર્મદા જિલ્લામાં અનાદિકાળથી યોજાતો દેવમોગરાનો ધાર્મિક મેળો અલગ રીતે ઐતિહાસિક મહત્વ ધરાવે છે. આ દેવમોગરા નર્મદા જિલ્લાના મુખ્યમથક રાજપીપળાથી આશરે 60 કિલોમીટરના અંતરે સાગબારા તાલુકામાં આવેલું છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post