ડાંગ જિલ્લાના સેન્દ્રીઆંબા ગામના શ્રમિક પરિવારના શ્રી શંકરભાઇ નાવજીભાઇ ગાયકવાડને રસ્તેથી મળેલા એક હજાર રૂપિયા, તેમણે પોલીસ સ્ટેશને જમા કરાવીને પ્રમાણિકતા દાખવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આહવા સ્થિત પરબડી પાસેથી શંકરભાઈ ને સવારે બે પાનસો પાનસો ની બે નોટ રસ્તેથી મળી આવી હતી.જેથી તેમણે કોઈક જરૂરિયાતમંદ ની મૂડી ગુમ થતાં તે વ્યક્તિ ભારે પરેશાની વેઠી રહ્યા હશે તેમ વિચારી,તરત જ આહવા પોલીસ સ્ટેશનના કંટ્રોલ રૂમ ખાતે પહોંચી, આ રકમ જમા કરાવી હતી. ડાંગ પોલીસના જવાનોએ તરત જ સી.સી.ટીવી ના આધારે આ રૂપિયા કોના હોઈ શકે તેની તપાસ હાથ ધરી, શંકરભાઈ નાવજીભાઇ ગાયકવાડ જેવા પ્રામાણિક વ્યક્તિ ની ઈમાનદારી ને બિરદાવી હતી. નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સુનિલ પાટીલે આ વ્યક્તિની પ્રામાણિકતા,અન્યો માટે પ્રેરણા બને તે માટે શંકરભાઈ ની પુષ્પગુચ્છ આપી સરાહના કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590