વર્લ્ડ કપ 2023ની 21મી મેચ રવિવારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. વર્લ્ડકપ 2023ના પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેલી આ બંને ટીમો પોતાનું વિજયી અભિયાન ચાલુ રાખવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. વર્તમાન વર્લ્ડ કપમાં અત્યાર સુધી ભારત અને ન્યુઝીલેન્ડ જ એવી બે ટીમો છે જે એક પણ મેચ હારી નથી. આ મેચ બાદ સંપૂર્ણ રીતે સ્પષ્ટ થઈ જશે કે આ વખતે કઈ ટીમ સૌથી મજબૂત છે? પરંતુ, મેચ પહેલા ધર્મશાલાના હવામાનને લઈને એક મોટું અપડેટ આવ્યું છે.
Accuweather અનુસાર, રવિવારે ધર્મશાળામાં લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી અને મહત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ રહેશે. મેચ દરમિયાન વરસાદની 42 ટકા શક્યતા છે. આકાશમાં વાદળોએ પડાવ જમાવી દીધો છે. ખરાબ સમાચાર એ છે કે બપોરે 2 વાગ્યે મેચની શરૂઆતમાં વરસાદની સૌથી વધુ સંભાવના છે.
આ કારણે મેચ શરૂ થવામાં વિલંબ થઈ શકે છે. મેચનું મેદાન 99 ટકા વાદળોથી ઢંકાયેલું રહેવાની ધારણા છે. આ સાથે 26 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે. જો આમ થશે તો ઝડપી બોલરો વધુ ઘાતક સાબિત થશે.
ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, રવિચંદ્રન અશ્વિન અને મોહમ્મદ શમી.
ન્યુઝીલેન્ડ ટીમ
ડેવોન કોનવે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ડેરીલ મિશેલ, ટોમ લાથમ (વિકેટ/કેપ્ટન), ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, મિશેલ સેન્ટનર, મેટ હેનરી, લોકી ફર્ગ્યુસન, ટ્રેન્ટ બોલ્ટ, ટિમ સાઉથી, ઈશ સોઢી અને જેમ્સ નીશમ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590