વાંસદાના ખંભાલિયા ગામના યુવક સાથે પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં લોનની લાલચ આપી ૧૦ હજારની ઠગાઈ થઈ છે.યુવક પાસે ઓનલાઈન ટુકડે-ટુકડા ટ્રાન્જેક્શન કરાવીને કુલ ૧૦ હજાર પડાવી લીધા હતાં.જો કે લોન મળી જશે તેવું આશ્વાસન બાદ પણ યુવકને લોન ન મળી અને ઘરના ૧૦ હજાર ગુમાવા પડ્યા.
વાંસદા તાલુકાના ખંભાલિયા ગામે રહેતા યુવકને રૂ ૫૦ હજારની લોન લેવાની લાલચે ૧૦ હજાર ગુમાવ્યા પડ્યા હોવાની ઘટના સામે આવી છે. મજૂરી કરીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવતા આ યુવકને પૈસાની જરૂરિયાત પડતા સોશિયલ મીડિયા પર લીંક જોઇને એ ક્લિક કરતા ભેરવાયો હતો.રૂપિયા ૫૦ હજારની પ્રધાનમંત્રી મુદ્રા લોન લેવા જતા ૧૦ હજારનો ચુનો લાગતા યુવક સાથે છેતરપિંડી થઇ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં લોન અપાવવાના નામે વધુ એક સાથે ઠગાઈ થઈ છે.લોન માટે વલખા મારતા ગરીબ લોકો ઘણા સમયથી છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે ,ત્યારે સોશિયલ સાઈટ પર લોભામણી જાહેરાતો જોઈને ખંભાલિયા ગામે રહેતા યુવકને ૧૦ હજારનો ચુનો લાગ્યો છે.
યુવક પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર તા.૦૯- ૫-૨૩ના રોજ યુવકે સોશિયલ સાઈટ પર પ્રધાનમંત્રી મુદ્રા નામ નુ પેજ જોવા મળ્યુ હતુ. જેમાં જરૂરીયાતમંદોને લોન આપવાની જાહેરાત હતી અને તેમાં એક લિંક આપી હતી જે લિંકમાં ખોલતા તેમાં લોન મેળવવા માટે એપ્લીકેશન ફોર્મ આપ્યુ હતુ તેથી યુવકે તે ફોર્મ ભરી તેનું નામ, સરનામું, મોબાઈલ નંબર અને રૂ ૫૦ હજારની લોનની જરૂરીયાત હોવાની વિગતો ભરી હતી. દરમિયાન તેના બીજા દિવસે યુવક મોબાઈલ પર એક લેટર અંગ્રેજીમાં આવ્યો હતો. જેમાં પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેડીગ લખ્યુ હતુ અને રૂ ૫૦ હજારની લોન મંજૂર થઇ ગઇ હોવાનું જણાવ્યું હતું. લેટરમાં સૌ પ્રથમ રૂ ૧૨૫૦,પ્રોસેસીંગ ફી ભરવા યુવકને ફોન કરીને કહેવામાં આવ્યું કે, તમને ઘર બેઠા લોન મળવાની લાલચ આપી વિશ્વાસ કેળવીને મુદ્રા લોન કર્મચારીનું આઈ કાર્ડ મોકલ્યુ હતુ જેમાં પંકજસિંહ ભદોરીયા નામ લખ્યુ હતુ અને પોતે કર્મચારી હોવાની ઓળખાણ આપી હતી યુવકને સંપૂર્ણ વિશ્વાસમાં લઈને તેમની ૫૦ હજાર રૂપિયાની લોન મંજૂર થઈ ગઈ હોવાનું જણાવીને લોનની પ્રોસેસ માટે ૧૦ હજારની રકમ જમા કરાવી પડશે તેવું કહ્યું હતું. આ ગઠિયાની વાતમાં આવી ગયેલા યુવકે ૫૦ હજાર રૂપિયાની લોન મેળવવાની લાલચમાં તેના જણાવ્યા પ્રમાણે ટુકડે-ટુકડે કુલ ૧૦ હજાર રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતાં તેમ છતાં લોન તો ના મળી પણ ઘરના ૧૦ હજાર ગુમાવવા પડ્યાં હતાં. આ બાદ અજાણ્યા મોબાઇલ ધારકોને લોન અંગે પૂછતા કહ્યુ હતુ કે તમારી લોન પ્રોસેસમાં છે જલદીથી તમને મળી જશે તેવો વિશ્વાસ આપતા હતા પરંતુ પૈસા ભર્યા કેટલા દિવસો વિતવા છતા લોન મંજૂર ન થતા તેની સાથે છેતરપિંડી થઇ હોવાનું માલૂમ પડ્યુ હતુ. આ સમગ્ર બનાવ માં છેતરાયેલા યુવકે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાવી નહિ હોવાનું જાણવા મળેલ છે.
યુવક પર બીજા દિવસે અજાણ્યા હિન્દી ભાષીએ કોલ કરી કહ્યું કે હું બેંકનો મેનેજર બોલું છું.તમારા ડોક્યુમેન્ટ વેરીફાય કર્યા છે પ્રધાનમંત્રી મુદ્રા લોન સીધી તમારા ખાતામાં જમા થઈ જશે તેવો વિશ્વાસ અપાવ્યો હતો ૧૦ હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા બાદ પણ લોન નહીં મળતા યુવકે કોલ કરીને રૂપિયા પાછા માંગ્યા હતા રૂપિયા પરત આપવામાં પંકજસિંહ ભદોરીયાએ ગલ્લા-તલ્લા કર્યા હતા .સામે યુવકને છેતરપિંડી અને વિશ્વાસઘાત થયો હોવાનો અહેસાસ થયો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590