લોકો પોતાના વાંકાચુકા અને બહાર નીકળેલા દાંતને વ્યવસ્થિત કરવા માટે બ્રેસેસનો વિકલ્પ પસંદ કરતા હોય છે. જો કે, લોકોને એ સમજવામાં થોડી તકલીફ થાય છે કે કેવા પ્રકારના બ્રેસેસનો ઉપયોગ કરે.આજે અમે આપને જણાવીશું કે,કેવા પ્રકારના બ્રેસેસ લગાવી શકાય અને ભારતમાં તેની શું કિંમત છે.
મેટલના બ્રેસેસ દાંત પર દેખાય છે કેમ કે તે સિલ્વર રંગના હોય છે. જો કે જો આપને આપના દાંતને ફિક્સ કરવા છે તો તેને લગાવી શકાય છે. આ અન્ય બ્રેસેસની તુલનામાં વધારે દુખાવો આપે છે. ભારતમાં તેની કિંમત 25થી 40 હજારની વચ્ચે છે.
ડેન્ટલ કેરના એક ડૉક્ટરના જણાવ્યા અનુસાર,તેને લગાવવાનો સમય 2 વર્ષ સુધીનો હોય શકે છે. તે દાંત પર નિર્ભર કરે છે તે સેટ થવામાં કેટલો સમય લાગશે.
દાંતને સેટ કરવા માટે સિરામિક બ્રેસેસ સૌથી સારા માનવામાં આવે છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તે દાંત પર દેખાતા નથી. આ મેટેલિકથી ઓછા પેનફુલ હોય છે. ડેન્ટિસ્ટ અંકિતા ડુડેઝાના જણાવ્યા અનુસાર, તેનો ખર્ચો 40થી 60 હજાર આવી શકે છે.
લિંગુઅલ બ્રેસસ દાંતની અંદર લગાવામાં આવે છે. તે દાંતોને અંદરથી ખેંચે છે. તેને લગાવ્યા બાદ ખાવાનું ખાવામાં સમસ્યા આવે છે. જો તેની કિંમત વિશે વાત કરીએ તો, 70 હજારથી લઈને 1 લાખ સુધીનો ખર્ચો આવે છે. લિંગઅલ બ્રેસસ આપની સ્માઈલ અને સુંદરતા બનાવામાં ખૂબ જ મદદ કરે છે. દાંતના આકારના હિસાબથી આ બ્રેસેસનો ઉપયોગ કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590